નવી દિલ્હીઃ ગત વર્ષે ચોમાસાની સીઝનમાં ભરપૂર વરસાદ પડવાથી દેશમાં ચાલુ વર્ષે વિક્રમજનક ખાદ્યાન્નનું ઉત્પાદન થવાનો અંદાજ સરકારે મૂક્યો છે. વર્ષ 2020-21માં 3.74 ટકા વધીને 30 કરોડ 86 લાખ 50 હજાર ટનના નવા રેકોર્ડ સ્તરે ખાદ્યાન્ન પહોંચવાનો અનુમાન છે. કૃષિ મંત્રાલયે કહ્યુ કે, ચોખા, ઘઉં, મકાઇ, કઠોળ અને તેલીબિયાંનું રેકોર્ડ ઉત્પાદન થવાનો અંદાજ છે.
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ 2020-21ની માટે મુખ્ય પાકોના ઉત્પાદનનો ચોથા અગ્રિમ ઉત્પાદન જારી કરાયો છે. અનુમાન મુજબ ખાદ્યાન્નનુ 30.86 કરોડ ટન રેકોર્ડ ઉત્પાદન થયુ છે. કેન્દ્રીય કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યુ કે, ખેડૂતોના અથક પ્રયાસ, વૈજ્ઞાનિકોની કુશળતા અને ભારત સરકારની કૃષિ તેમજ ખેડૂત હિતેચ્છી નીતિઓથી દેશમાં રેકોર્ડ ખાદ્યાન્ન ઉત્પાદન થઇ રહ્યુ છે.
કેન્દ્રીય મંત્રી એ જણાવ્યુ કે, વર્ષ 2020-21ની માટે ચોથા અગ્રિમ અનુમાન મુજબ દેશમાં કૂલ ખાદ્યાન્ન ઉત્પાદન રેકોર્ડ 30.86 કરોડ ટન અંદાજીત છે જે વર્ષ 2019-20ના ઉત્પાદનની તુલનામાં 1.14 કરોડ ટન વધારે છે. વર્ષ 2020-21ની દરમિયાન ખાદ્યાન્ન ઉત્પાદન વિગત પાંચ વર્ષો (2015-16 થી 2019-20)ના સરેરાશ ખાદ્યાન્ન ઉત્પાદનની તુલનામાં 2.98 કરોડ ટન ટન વધારે છે. વર્ષ 2020-21ની દરમિયાન ચોથા અગ્રિમ અંદાજ અનુસાર, મુખ્ય પાકોના અંદાજીત ઉત્પાદન અનુમાનો આ મુજબ છે…
ચોખા 12.22 કરોડ ટન, ઘઉં – 10.95 કરોડ ટન, જાડા ધાન્યો – 5.11 કરોડ ટન, મકાઇ – 3.15 કરોડ ટન, કઠોળ – 2.57 કરોડ ટન, તુવેર 42.8 લાખ ટન, ચણા 119.9 લાખ ટન, તેલીબિયાં 3.61 કરોડ ટન, મગફળી 1102 લાખ ટન, સોયાબીન 129 લાખ ટન, રેપસીડ તેમજ સરસવ – 101.1 લાખ ટન, શેરડી 39.92 કરોડ ટન, કપાસ- 353.8 લાખ ગાંસડી (પ્રતિ 170 કિલોગ્રામ, પટસન તેમજ મેસ્ટા- 95.6 લાખ ગાંસડી (પ્રતિ 180 કિલોગ્રામ).