આયુર્વેદીક દવા બનાવવામાં વપરાતાં સફેદ ખાખરો અને મીઠો ગુગળ લુપ્ત થઈ રહ્યાં છે. તેની સાથે બીજી વનસ્પતિઓ પણ છે જે લુપ્ત થવાને આરે છે. જો તેની જાળવણી નહીં થાય તો થોડા સમયમાં તે માત્ર તસવીરોમાં જ જોવા મળશે.
લુપ્ત થઈ રહેલાં વૃક્ષો અને વનસ્પતિઓની યાદી જાહેર કરી દેવામાં આવી છે અને ગુજરાત સરકારને આ રિપોર્ટ સબમીટ કરવામાં આવ્યો છે. બોર્ડ તરફથી સરકારને કહેવામાં આવ્યું છે કે આ વૃક્ષોના જતન માટે પ્રયાસ નહીં કરવામાં આવે તો આ વૃક્ષો લુપ્ત બની જશે અને ભાવિ પેઢીને જોવા નહીં મળે.જૈવ વિવિધતા બોર્ડ દ્વારા રાજ્યભરના જંગલો અને ખાનગી જમીનો ઉપર કરાયેલા સર્વેમાં આ વિગતો બહાર આવતાં તે અગે વિસ્તૃત અભ્યાસ કરીને લુપ્ત થતી જતી વનસ્પતિઓની યાદી જાહેર કરાય છે જેમાં 16 જેટલી વનસ્પતીઓ જણાવવામાં આવી છે.
આવી વનસ્પતીઓ જ્યાં પણ બચી છે તેના બીજ આપવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે જેથી તેવું વાવેતર કરીને બચાવી શકાય. ગુગણ માટે ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઓફ ડેઝર્ટ ઈકોલૉજી ભુજને ગુગદળ માટે જવાબદારી સોંપવામાં આવી છે.
યાદી તો જાહેર કરવામાં આવી છે પણ તેને કઈ રીતે બચાવવી તે અંગેનો કોઈ પ્લાન સરકાર પાસે નથી. અગાઉ આયુર્વેદમાં અત્યાંત મહત્વના મનાતા દસ મૂળ યોગનો પ્રોજેક્ટ તૈયાર કરાયો હતો પણ તે જોઈએ એટલો સફળ થયો નથી. પ્રદુષણ જંગલોનો સફાયો અને ઉદ્યોગોના કારણે જૈવ વિવિધતા ઉપર મોટો ખથરો ઉભો થયો છે.
કઈ વનસ્પતીઓ કે જે લુપ્તતાના આરે છે
સાત જાતના વૃક્ષો- ક્ષુપ – સફેદ ખાખરો, મીઠો ગુગળ, દુધલો, સિમુલ, દુધ કુડી, ગોલ્ડાર, સુડીયો.
છોડ અને વેલા માર્ચ પાંડો, ડોરેશા ઈન્ડિકા, ટેપરોશીયા કોલીના અને બુટેના પાર્વીફ્લોરા.