ગાંધીનગર – ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબે કોરોના સંક્રમિત દર્દીને કેવી રીતે બચાવ્યો તે જાણવું જરૂરી છે. આ દર્દી મોતના મુખમાં હતો પરંતુ તેને પાછો લાવી છેવટે તંદુરસ્ત બનાવી રજા આપવામાં આવી છે. કોરોના પોઝિટીવના દર્દીઓ સાજા થતાં નથી તે માનવું ભૂલ ભરેલું છે. જ્યારે કોરોનાની દવા કે રસી શોધાઇ જશે ત્યારે કોરોનાનું સંક્રમણ અટકી જશે.
ગાંધીનગરમાં દાખલ થયેલા એક દર્દી વિનામૂલ્યે સાજો થયો છે. આ દર્દીને સંક્રમણ વધી જતાં ઓક્જન પર રાખવામાં આવ્યો હતો. જિલ્લાના રાંધેજાના યુવાન દર્દીને 30,000નું એક ઇન્જેક્શન સરકારી ખર્ચે આપવામાં આવ્યું હતું. ફેંફસામાંથી ઇન્ફેક્શન ક્લીન કરીને દર્દીને કોરોના મુક્ત બનાવી તેને રજા આપવામાં આવી છે.આ દર્દીને નવું જીવન બક્ષનાર સિવિલના ફિઝિસીયન ડો.દિનકર ગોસ્વામીએ જણાવ્યું હતું કે, કોરોનાના વાયરસ ગળા મારફતે ફેંફસા ઉપર એટેક કરે છે અને ફેફસા નબળા પાડી દે છે.
કોરોના પોઝિટિવ દર્દીની રોગપ્રતિકારક શક્તિ ન હોય તો 7 થી 12માં દિવસાં વાયરસ ઘાતક બને છે અને ફેફસાં કામ કરતા બંધ થઇ જતાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.દર્દીને બચાવવા માટ આખરે ડોક્ટરો બાયપેપ અને ત્યારબાદ વેન્ટીલેટર ઉપર રાખી આનુસંગિક સારવાર કરતાં હોય છે. જેમાંથી ભાગ્યે જ કોઇ દર્દી રીકવર થાય છે. આલમપુર એપીએમસીના 35 વર્ષિય સેક્રેટરી પોઝિટિવ આવ્યા ત્યારથી તેમને શરદી, કફ સહિત શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આ દર્દીને સતત ઓક્સિજન ઉપર રાખવા પડતાં હતાં.સિવિલના ડોક્ટર દિનકર ગોસ્વામીએ અન્ય નિષ્ણાંતો સાથે આ કેસની ચર્ચા કરી હતી અને આ દર્દીના ફેફસામાં ફેલાયેલું વાયરલ ઇન્ફેક્શન દુર કરવા માટે તેને ટોસીલીઝુમેબ એટલે કે ઇમ્યુનોમોડયુલેટર ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.
હજાર રૂપિયાનું આવતું આ ઇન્જેક્શન સિવિલે સરકારી ખર્ચે આ દર્દીને આપ્યું હતું. જેનાથી ફેફસામાં ફેલાતો ચેપ અટકી ગયો હતો અને દર્દી મોતના મુખમાંથી બચી ગયો હતો. છેલ્લા 24 કલાકમાં દર્દીના બન્ને રિપોર્ટ નેગેટિવ આવતાં તેને કોરોના મુક્ત જાહેર કરીને રજા આપવામાં આવી હતી.