પાછલા કેટલાંક ક્વાર્ટરમાં જમા થાપણ પર મળતા વ્યાજમાં તગડો ઘટાડો થયો છે. માત્ર ખાનગી બેન્કો જ નહીં મોટી મોટી સરકારી બેન્કોએ પણ માંડ માંડ 5.5 ટકા વ્યાજ આપી રહી છે. એવામાં તમારા નાણાં પર મળતા વ્યાજની કમાણી ઘટી ગઇ છે, તો તમે અન્ય કેટલાંક સ્થળોએ પણ પૈસા રોકી શકો છો જ્યાં સવા 8 ટકા જેટલુ તગડું રિટર્ન મળી રહ્યુ છે. આ AAA રેટેડ કંપનીઓ છે, જે આકર્ષક ઓફર આપી રહી છે. અલબત્ત એ ધ્યાનમાં રાખવુ કે,કંપનીઓમાં ફિક્સ ડિપોઝિટ તેટલી સુરક્ષિત નથી હોતી જેટલી બેન્કમાં હોય છે.
શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ એફડી :
આ કંપનીની ફિક્સ્ડ ડિપોઝિટ ક્રિસિલ તરફથી AAA રેટેડ છે. 5 વર્ષની ફિક્સ ડિપોઝિટ પર સવા 8 ટકા વ્યાજ મળી રહ્યુ છે, જ્યારે 4 વર્ષની એફડી પર 8.10 ટકા વ્યાજ મળી રહ્યુ છે. જો તમે 3 વર્ષની એફડી કરાવો તો 8 ટકા રિટર્ન મળી શકે છે.
બજાર ફાઇનાન્સ ફિક્સડ ડિપોઝિટઃ
બજાજ ફાઇનાન્સને ક્રિસિલે FAAA રેટિંગ આફ્યુ છે, જ્યારે ઇકરાએ MAAA રેટિંગ આપ્યુ છે. કંપની તરફથી 3-5 વર્ષની એફડી પર 6.31 ટકાથી 6.50 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવી રહ્યુ છે. સિનિયર નાગરિકોને 6.75 ટકાનું વ્યાજ મળી રહ્યુ છે. તો તેનાથી ઓછી મુદ્દતની એફડી પર 5.75 ટકાથી 5.90 ટકા સુધીનું વ્યાજ મળી રહ્યુ છે.
પીએનબી હાઉસિંગઃ
પીએનબી હાઉસિંગની એફડીને ક્રિસિલે AAA રેટિંગ આપ્યુ છે. આ કપનીમાં 5 વર્ષની એફડી પર 6.70 ટકા વ્યાજ મળી રહ્યુ છે. તો 2 થી 3 વર્ષની એફડી પર 6.15 ટકાથી 6.60 ટકા સુધીનું વ્યાજ મળી રહ્યુ છે. 1 વર્ષની એફડી પર કંપની 5.90 ટકા વ્યાજ આપી રહી છે.