કેન્દ્ર સરકારે દેશમાં નવા શ્રમ કાયદા એટલે કે લેબર કોડનો અમલ કરવાનું નક્કી કર્યુ છે. આ નવા લેબર કોડથી કર્મચારીની ટેક હોમ સેલેરરી, પીએફ અને ગ્રેજ્યુઇટીની રકમમાં ફેરફાર થશે.
હવે કેન્દ્રએ લેબર કોડના કાયદાઓને લાગુ કરવા તરફ આગળ વધવાનું નક્કી કર્યું છે. આનાથી કર્મચારીઓની ટેક હોમ સેલેરીમાં ઘટાડો થશે અને કંપનીઓની પ્રોવિડન્ટ ફંડની જવાબદારીમાં વધારો થશે. એકવાર વેતન કોડ લાગુ થયા પછી, કર્મચારીઓનાં બેઝિક પે અને પ્રોવિડન્ટ ફંડની ગણતરી કરવાની રીતમાં મોટા ફેરફાર થશે. શ્રમ મંત્રાલયે 1 એપ્રિલ, 2021 થી ઇન્ડસ્ટ્રીયલ રિલેસન્સ, વેજ, સોશિયલ સિક્યોરિટી, અને ઓક્યૂપેશનલ હેલ્થ સેફ્ટી પરના ચાર કોડને લાગુ કરવાની વિચારણા કરી હતી.
મંત્રાલયે પણ ચાર કોડ હેઠળ નિયમો પણ નક્કી કર્યા હતા. પરંતુ આનો અમલ થઈ શક્યો નહીં કારણ કે રાજ્યો તેમના અધિકારક્ષેત્રમાં આ કોડ હેઠળના નિયમોને સૂચિત કરવાની સ્થિતિમાં ન હતા. ભારતના બંધારણ હેઠળ, શ્રમ એ સમવર્તી યાદી હેઠળ આવે છે અને તેથી આ ચાર કોડને તેમના અધિકારક્ષેત્રમાં કાયદા બનાવવામાં આવતા નિયમોને સૂચિત કરવા પડશે.
એક સૂત્રએ જણાવ્યું કે ઘણા મોટા રાજ્યોએ ચાર કોડ હેઠળ નિયમો નક્કી કર્યા નથી. કેટલાક રાજ્યો આ કાયદાઓને લાગુ કરવા માટે નિયમો ઘડવાની તૈયારીમાં છે. રાજ્યો આ કોડ્સ અંતર્ગત નિયમો નક્કી કરે તે માટે કેન્દ્ર સરકાર હવે વધુ રાહ જોઈ શકતી નથી. તેથી, આ કાયદાઓને થોડા મહિનામાં લાગુ કરવાની યોજના છે, કારણ કે નવા કાયદાઓ અનુસાર સંસ્થાઓ અને કંપનીઓને નવા કાયદા મુજબ કામ કરવા માટે થોડો સમય આપવો જરૂરી છે.
સુત્રો મુજબ કેટલાક રાજ્યોએ પહેલાથી જ ડ્રાફ્ટ નિયમો નક્કી કર્યા છે. આ રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, હરિયાણા, ઓડિશા, પંજાબ, ગુજરાત, કર્ણાટક અને ઉત્તરાખંડ છે. નવા વેતન કોડ હેઠળ ભથ્થાની મર્યાદા 50 ટકા રાખવામાં આવી છે. આનો અર્થ એ કે કર્મચારીના કુલ પગારનો અડધો ભાગ બેઝિક ફંડ હશે. પ્રોવિડન્ટ ફંડ યોગદાનને બેઝિક પે તરીકે ગણવામાં આવે છે, જેમાં બેઝિક પે અને મોંઘવારી ભથ્થું શામેલ હોય છે.