મુંબઇઃ મંગળવારે બે મહિનાના સૌથી મોટા એક દિવસીય ઉછાળા બાદ બુધવારે ફરી ભારતીય શેરબજારમાં મોટું ગાબડુ પડ્યુ છે. આજે બુધવારે સેન્સેક્સ 627 પોઇન્ટ તૂટીને 49509ના લેવલ પર થયો છે. તો નિફ્ટી પણ 154 પોઇન્ટ ઘટીને 14690ના સ્તરે બંધ થયો છે. વિશ્વભરના શેરબજારોમાં નરમાઇનો માહોલ અને કોરોના વાયરસની બીજી લહેરથી શેરબજાર ફરી દહેશતમાં આવી ગયુ છે.
આજે સેન્સેક્સના 30માંથી 18 બ્લુચિપ શેર રેડ ઝોનમાં બંધ થયા હતા. જેમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, 1.7 ટકા, ટેક મહિન્દ્રા અઢી ટકા, પાવર ગ્રીડ 2.7 ટકા, એચડીએફસી બેન્ક 3.9 ટકા અને એચડીએફસીનો શેર 4 ટકા તૂટ્યો હતો. જેમાં માત્ર બે બેન્કિંગ સ્ટોક એચડીએફસી બેન્કનો શેર ઘટવાથી સેન્સેક્સને 224 પોઇન્ટ અને એચડીએફસીથી 174 પોઇન્ટનો ફટકો પડ્યો છે. તો નિફ્ટી બેન્ચમાર્ક 29 બ્લુચિપ શેર ઘટ્યા હતા. આજે બીએસઇ ખાતે લિસ્ટેડ 1397 કંપનીના શેર વધીને 1481 કંપનીના શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી. આજે બુધવારે બીએસઇની માર્કેટકેપ 0.47 લાખ કરોડ રૂપિયા ઘટીને 204.30 લાખ કરોડ રૂપિયા રહી હતી.
આજે બેમન્કિંગ સ્ટોકમાં સૌથી વધારે વેચવાલી રહેતા બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ 571 પોઇન્ટની નુકસાનીમાં 33309 બંધ થયો હતો. તો મિડકેપ ઇન્ડેક્સ નામ માત્ર અને સ્મલોકેપ ઇન્ડેક્સ અડધા ટકા સુધર્યો હતો. બેન્કેક્સ સૌથી વધારે દોઢ ટકા, પાવર ઇન્ડેક્સ 1.3 ટકા, ટેલિકોમ 1.3 ટકા તૂટ્યા હતા.