ખાનગી સેક્ટરમાં બેથી ત્રણ વર્ષમાં નોકરી બદલવાનો ટ્રેન્ડ છે. પરંતુ નોકરી બદલવાની સાથે જન કંપનીના પીએફ એકાઉન્ટમાં જમા બધી રકમ ઉપાડી લેવી તમારી માટે ખોટનો સોદો બની શકે છે. તેનાથી તમારા ભવિષ્યની માટે બની રહેલું નાણાંકીય ભંડોળ અને બચત સમાપ્ત થઇ જશે. આ સાથે જ પેન્શનનું સાતત્ય જળવાશે નહીં. આવી સ્થિતિમાં સારુ રહેશે કે નવી કંપનીમાં જોડાવો ત્યારે જૂની કંપનીનું પીએફ એકાઉન્ટર લિંક કરી દો અથવા મર્જ કરી લો. નિવૃત્તિ બાદ પણ જો તમને નાણાંની જરૂર નથી તો કેટલાંક સમય માટે પીએફ જમા રહેવા દો.
નિષ્ણાંતો છે કે જો કર્મચારી નોકરી છોડી દે અથવા કોઇ કારણસર નોકરીમાંથી છુટો કરવામાં આવે તો પણ તમે પોતાનીં પીએફ રકમ થોડાક વર્ષ માટે રાખી શકો છો. જો તમને પીએફના નાણાંની જરૂર નથી તો તાત્કાલિક ન ઉપાડો. નોકરી છોડ્યા બાદ પણ પીએફ પર વ્યાજ મળતુ રહેશે અને નવી નોકરી મળે ત્યારે જૂના પીએફ એકાઉન્ટને નવી કંપનીમાં ટ્રાન્સફર કરી દો. નવી કંપનીમાં પીએફને મર્જ કરી શકાય છે.
ત્રણ વર્ષ સુધી મળે છે વ્યાજ
જો તમે નિવૃત્તિ બાદપણ પીએફની રકમ ઉપાડતા નથી તો ત્રણ વર્ષ સુધી વ્યાજ મળતુ રહેશે. ત્રણ વર્ષ બાદ તેને નિષ્ક્રિય ખાતુ માનવામાં આવશે. પીએફની રકમને મોટાભાગના લોકો ભવિષ્યની જરૂરિયાત માટે રાખે છે.