નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કોરોના સંકટ વચ્ચે કર્મચારીઓને રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ અંતર્ગત એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) ના ટ્રસ્ટી બોર્ડે એમ્પ્લોય ડિપોઝીટ લિંક્ડ ઈન્સ્યોરન્સ સ્કીમ 1976 (EDLI Scheme, 1976) હેઠળની મહત્તમ રકમ 6 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ કરી દીધી છે. જણાવી દીએ કે શ્રમ મંત્રી સંતોષ ગંગવારના નેતૃત્વમાં ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (સીબીટી) એ 9 સપ્ટેમ્બર 2020 માં મળેલી બેઠકમાં ઇડીએલઆઇ યોજના હેઠળ વીમાની મહત્તમ રકમ વધારવાનો નિર્ણય લીધો હતો.
સીબીટીએ 9 સપ્ટેમ્બર 2020 માં મળેલી બેઠકમાં 14 ફેબ્રુઆરી 2020 પછી ન્યૂનતમ વીમા રકમ 2.5 લાખ રૂપિયા જાળવી રાખવાનો નિર્ણય પણ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે કહ્યું કે, શ્રમ અને રોજગાર મંત્રાલયે 28 એપ્રિલ 2021 ના રોજ EDLI યોજના હેઠળ મહત્તમ વીમા રકમ વધારીને રૂ. 7 લાખ કરવાના નિર્ણયને અમલમાં મૂકવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. શ્રમ સચિવ અપુર્વા ચંદ્રાએ જણાવ્યું હતું કે મહત્તમ રકમની વીમા રકમ સૂચનાની તારીખથી લાગુ થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ન્યુનતમ રકમની વીમા રકમ 2.5 લાખ રૂપિયા 15 ફેબ્રુઆરી 2020 થી લાગુ કરવામાં આવશે.
શ્રમ અને રોજગાર મંત્રાલયે, 15 ફેબ્રુઆરી 2018 ના રોજ એક સૂચના દ્વારા ઇડીએલઆઈ હેઠળની ઓછામાં ઓછી રકમ વધારીને 2.5 લાખ કરી હતી. આ વધારો બે વર્ષ માટે કરવામાં આવ્યો હતો. તેનો સમયગાળો 15 ફેબ્રુઆરી 2020 ના રોજ સમાપ્ત થયો હતો. એટલા માટે 15 ફેબ્રુઆરી 2020થી તેને આગળ રાખવા માટે અને તેને પહેલાની તારીખથી અમલમાં મૂકવા સંશોધનને ફરીથી અધિસૂચિત કરાયું છે. મંત્રાલય અનુસાર એનાથી કોઈ વ્યક્તિનું હિત પ્રભાવિત થશે નહીં. સીબીટીએ વધુમાં વધુ વીમાની રકમ 6 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવા માટે સપ્ટેમ્બર 2020 માં ઇડીએલઆઈ સ્કીમ, 1976 ના ફકરા -22 (3) માં સુધારાને મંજૂરી આપી હતી.
ઇડીએલઆઈ યોજના, 1976 ની પેરા -22 (3) માં સુધારણા યોજનાના તે સભ્યોના પરિવારો અને આશ્રિતોને રાહત આપવાનો છે કે, જેઓ ચાલુ નોકરીએ દુર્ભાગ્યપૂર્ણ રીતે મોત થઈ જાય છે. સીબીટીની માર્ચ 2020માં થયેલી બેઠકમાં ઈપીએફઓ ટ્રસ્ટીઓએ ઓછામાં ઓછું 2.5 લાખ રૂપિયાનો નિશ્ચિત લાભ તે મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારના સભ્યોને આપવાની ભલામણ કરી હતી. અગાઉ એવી જોગવાઈ હતી કે, ઓછામાં ઓછા 2.5 લાખ રૂપિયા અને વધુમાં વધુ 6 લાખ રૂપિયાની વીમા રકમ તે સભ્યના પરિવારને નહોતી મળતી જેના મૃત્યુ પહેલાના 12 મહિનામાં એકથી વધુ કંપનીઓમાં કામ કર્યું હોય.