મુંબઇઃ પેટ્રોલ-ડીઝલના રોજેરોજ વધી રહેલા ભાવ લોકોના ખિસ્સા ખાલી રહ્યા છે અને સરકારી તિજોરી ભરી રહ્યા છે. આજે શુક્રવારે ફરી ઇંધણના ભાવમાં ભડકો થયો છે. ઓઇલ માર્કેટિગ કંપનીઓ દ્વારા દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિલિટર દીઠ 35 પૈસા અને કલકત્તામાં 40 પૈસા વધારી છે. આ સાથે દિલ્હીમાં આજે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર પેટ્રોલ વધીને 99.16 રૂપિયા પ્રતિલિટર થયુ હતુ. જો કે ડીઝલ 89.19 રૂપિયા પ્રતિ લિટરના સ્તરે સ્થિર હતુ.
ઉલ્લેખનિય છે કે, 4 મે, 2021 બાદથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલની કિંમત વિતેલા 34 દિવસમાં 8.84 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયુ છે. તેવી જ રીતે વિતેલા 33 દિવસમાં ડીઝલ 8.39 રૂપિયા મોંઘુ થયુ છે.
વિવિધ શહેરોના પેટ્રોલ-ડીઝલના ભાવ
શહેરનું નામ | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 99.16 | 89.18 |
મુંબઇ | 105.24 | 96.72 |
ચેન્નઇ | 100.13 | 93.72 |
કલકત્તા | 99.04 | 92.03 |
ભોપાલ | 107.43 | 97.93 |
રાંચી | 94.62 | 94.12 |
બેંગ્લોર | 102.48 | 94.54 |
પટના | 101.21 | 94.52 |
ચંડીગઢ | 95.36 | 88.81 |
લખનઉ | 96.31 | 89.59 |
નવા અહેવાલ મુજબ ઓપેક દેશ ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવાનું સ્વીકાર્યુ છે. રશિયા અને સાઉદી અરબ આ દરમિયાન દરરોજ બે મિલિયન બેરલ વધારે ક્રૂડનું ઉત્પાદન કરશે. ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ 76 ડોલર પ્રતિ બેરલ હતુ. ક્રૂડ ઓઇલના ભાવ વધતા ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં અતિશય વધારો થવાની આશંકા છે.