દેશભરમાં ઇંધણની કિંમતો વધવાથી તમામ લોકો પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. ઓઇલ માર્કેંટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના આજની કિંમતો જાહેર રહી છે.આજે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. આમ સતત બીજા દિવસ ઇંધણની કિંમત સ્થિર રહી છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લિટર છે
શહેરના નામ | પેટ્રોલ | ડીઝલ |
दिल्ली | 101.84 | 89.87 |
मुंबई | 107.83 | 97.45 |
चेन्नै | 101.49 | 94.39 |
कोलकाता | 102.08 | 93.02 |
भोपाल | 110.20 | 98.67 |
रांची | 96.68 | 94.84 |
बेंगलुरु | 105.25 | 95.26 |
पटना | 104.25 | 95.57 |
चंडीगढ़ | 97.93 | 89.50 |
लखनऊ | 98.92 | 90.26 |
મે મહિનામાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થયા બાદ સતત ઇંધણની કિંમતો વધી રહી છે. વિતેલ 42 દિવસોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર દીઠ 11.52 રૂપિયા વધી છે. તેવી જ રીતે ડીઝલની કિંમત પણ આ સમયગાળા દરમિયાન પ્રતિલિટર દીઠ લગભગ 10 રૂપિયા વધી ગઇ છે. હાલ વૈશ્વિક બજારમાં ક્રૂડઓઇલની કિંમતોમાં સારી એવી તેજી જોવા મળી રહી છે અને તેના પરિણામે ભારતમાં સતત પેટ્રોલ ડીઝલની કિંમતો વધી રહી છે.