પેન્શનધારકો માટે એક સારા સમાચાર આવ્યા છે. હવે તેમને બેન્ક એકાઉન્ટમાં પેન્શનની રકમ આવવાની માહિતી WhatsApp પર પણ મળશે. કેન્દ્રસરકારે બેન્કોને આ નિર્દેશ આપ્યો છે. સરકારે કહ્યુ કે, બેન્ક એકાઉન્ટમાં પેન્શનની રકમ અંગેની માહિતી તેઓ એસએમએમ અને ઇમેલ ઉપરાંત WhatsApp જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પેન્શનધારકોને તેમની પેન્શનની રિસિપ્ટ મોકલી શકો છો.
એક સત્તાવાર આદેશમાં આ વાત કહી છે. આદેશ મુજબ પેન્શનધારકોની સુવિધા માટે આ નિર્ણય લેવાયો છે. પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ તરફથી જારી કરાયેલ આદેશમાં કહેવાયુ છે કે, બેન્કો એસએમએસ, અને ઇમેલ ઉપરાંત WhatsApp જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન્સનો પણ ઉપયોગ કરી શકે છે.
પાછલા મહિને પેન્સન આપનાર બેન્કોની કેન્દ્રીય પેન્શન વિતરણ કેન્દ્રોની એક બેઠક યોજાઇ હતી. જેમાં પેન્શનધારકોની માસિક પેન્શન અંગે ચર્ચા થઇ હતી. આદેશ મુજબ બેન્કોને આ કલ્યાણકારી પગલું ઉઠાવવા કહેવાયુ છે, જેનો બેન્કોએ સ્વીકાર કર્યો છે. આ પગલાથી લાખો પેન્શનધારકોને ફાયદો થશે.