મુંબઇઃ સરકારી અને ખાનગી બેન્કો બાદ હવે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક પણ તેની વિવિધ સર્વિસના ચાર્જ વધારી રહી છે. હવે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્કે પણ ડોરસ્ટોપ બેન્કિંગ માટે સર્વિસ ચાર્જ વસૂલવાની તૈયારી કરી લીધી છે. આથી હવે ખાતાધારકોએ 1લી ઓગસ્ટથી આ સુવિધાનો લાભ લેવા માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
જાણો હવે કઇ સર્વિસ પર કેટલો ચાર્જ ચૂકવવો પડશે
- IPPBના એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કરવા પર 20 રૂપિયા પલ્સ જીએસટી ચૂકવવો પડશે. જો અન્ય બેન્ક એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કરશો તો તેના પર 20 રૂપિયા પલ્સ જીએસટી લાગશે.
- સેન્ડ મની સર્વિસ એટલે કે રૂપિયા મોકલવા માટે સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ, પીઓએસબી સ્વીપ ઇન અને પીઓએસબી સ્વીપ આઉટ સેવાનો લાભ લેવા માટે પણ 20 રૂપિયા ઉપરાંત જીએસટી ચૂકવવો પડશે.
- પોસ્ટ ઓફિસની પ્રોડક્ટ જેવી કે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ, પીપીએફ, આડી, એલએઆરડીની માટે 20 રૂપિયા ઉપરાંત જીએસટી ચાર્જ લાગશે.
- બિલ પેમેન્ટ હેઠળ મોબાઇલ પોસ્ટપેડ અને બિલ પેમેન્ટની માટે 20 રૂપિયા પ્લસ જીએસટી લાગશે.
- રિક્વેસ્ટ્સના કિસ્સામાં એકાઉન્ટ સર્વિસિસ હેઠળ ક્યુઆર કોડ રિઇશ્યૂની માટે જીએસટી ઉપરાંત 20 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.
- તે ઉપરાંત આસિસ્ટેડ યુપીઆઇ અને કેશ વિથ્રોઅલ અને કેશ ડિપોઝિટની માટે 20 રૂપિયાની સાથે જીએશટી ચૂકવવો પડશે.