ભારતમાં સોનું હંમેશાથી મૂડીરોકાણ કરવા માટે પહેલી પસંદ રહી છે જો કે હવે તેનું સ્થાન ધીમે ધીમે ડિજિટલ ગોલ્ડ કહેવાતી ક્રિપ્ટોકરન્સી લઇ રહી છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગ અને ખરીદ-વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં છેલ્લા એક વર્ષમં ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ અને રોકાણકારોની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ ભારતીયો દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં મૂડીરોકાણ છેલ્લા એક વર્ષમાં 20 કરોડ ડોલરથી વધીને 40 અબજ ડોલરે પહોંચી ગયુ છે. જો કે ભારતની મધ્યસ્થ બેન્ક ક્રિપ્ટોકરન્સીના વધી રહેલા આકર્ષણથી ખુશ નથી અને તેના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. 32 વર્ષીય એક મહિલા રિચી સૂદ એવા રોકાણકારોમાં શામેલ છે, જેમણે સોનાના બદલે ક્રિપ્ટોકરન્સીમાં નાણાં રોકવાનું શરૂ કર્યુ છે. પાછલા વર્ષના ડિસેમ્બરથી અત્યાર સુધીમાં તેમણે 10 લાખ રૂપિયાથી વધારે ઇન્વેસ્ટમેન્ટ કર્યુ છે.
ભારતીયો પરિવારોના ઘરમાં 25,000 ટનથી વધારે સોનું પડેલુ છે. જો કે હવે લોકો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા આકર્ષાયા છે. એક રિસર્ચ રિપોર્ટ મુજબ ભારતીયો દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં મૂડીરોકાણ છેલ્લા એક વર્ષમાં 20 કરોડ ડોલરથી વધીને 40 અબજ ડોલરે પહોંચી ગયુ છે. જો કે ભારતની મધ્યસ્થ બેન્ક ક્રિપ્ટોકરન્સીના વધી રહેલા આકર્ષણથી ખુશ નથી અને તેના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો છે.
ભારતમાં ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોની સંખ્યા 1.5 કરોડથી વધુ
ભારતમાં હાલ 1.5 કરોડથી વધારે એવા રોકાણકારો છે, જે ડિજિટલ કોઇનનું ખરીદ-વેચાણ એટલે કે ટ્રેડિંગ કરી રહ્યા છે. અમેરિકામાં ક્રિપ્ટોકરન્સીના ઇન્વેસ્ટર્સની સંખ્યા 2.3 કરોડ છે અને ઇંગ્લેન્ડમાં હાલ 23 લાખ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યુ છે. આવી રીતે ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટના મામલે ભારતીય રોકાણકારોની સંખ્યા અમેરિકાની નજીક બહુ જલ્દી પહોંચી શકે છે.