પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) સરકારે વર્ષ 2015માં શરૂ કરી હતી. તે અકસ્માત વીમાની સ્કીમ છે. તે હેઠળ લોકોને વીમો લેવા માટે વાર્ષિક માત્ર 12 રૂપિયાનું પ્રીમિમય ચૂકવવાનુ હોય છે. આ સ્કીમને આર્થિક રીતે નબળા પરિવારોને ધ્યાનમાં રાખી શરૂ કરાઇ હતી. સ્કીમ હેઠળ અકસ્માત વીમો કરાવનાર વ્યક્તિની કોઇ અકસ્માતમાં મોત થઇ જાય તો વીમાધારક વ્યક્તિના વીમાની રકમ વારસદાર કે તેના પરિવારને મળે છે.
રોડ એક્સિડન્ટ કે અન્ય અકસ્માતમાં પોલિસી ધારકની મોત થવાની સ્થિતિમાં પરિવાર કે વારસદારને બે લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે. અલબત્ત અકસ્માતમાં જો પોલિસીધારક આંશિક રીતે વિકલાંગ થાય તો તેને રૂપિયા એક લાખની ચૂકવણી કરાય છે.
ચાલો, જાણીયે કે આ વીમા યોજના હેઠળ ક્લેઇમ કેવી રીતે કરશો…
સ્ટેપ-1: ક્લેઇમ કરવા માટે વારસદારે તે બેન્ક કે વીમા કંપનીમાં જવુ પડશે જ્યાંથી આ પોલિસી ખરીદવામાં આવી હતી.
સ્ટેપ-2 : ત્યાં તેમને એક ક્લેઇમ ફોર્મ મલશે. તેને ભરીને જમા કરવાનું રહેશે. તેમાં નામ-સરનામુ, મોબાઇલ નંબર, હોસ્પિટલની વિગત જેવી માહિતીઓ ભરવાની રહેશે. PMSBYનું ક્લેઇમ ફોર્મ જનસુરક્ષા વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે. તે તદ્દન ફ્રી છે. આ ફોર્મ હિંદી અને અંગ્રેજી સહિત અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. ક્લેઇમ ફોર્મ ડાઉનલોડ કરવા માટે પહેલા https://jansuraksha.gov.in/Forms-PMSBY.aspx પર ક્લિક કરો.
ત્યારબાદ બાદ ક્લેઇમ ફોર્મ્સ પર ક્લિક કરો
જે ભાષામાં તમે ક્લેઇમ ફોર્મ ડાઉનલોડ કરવા માંગો છે, તેની પસંદગી કરો.
સ્ટોપ-3 : તમામ આવશ્યક દસ્તાવેજોની સથે વીમા કંપનીમાં ભરાયેલુ ફોર્મ જવા કરો. આ દસ્તાવેજોમાં ડેથ સર્ટિફિકેટ કે ડિસેબિલિટી સર્ટિફિકેટ પણ જોડવાનું હોય છે.
સ્ટેપ-4 : વીમા કંપની તમે આપેલ તમામા દસ્તાવેજોનું વેરિફિકેશન કરશે.
સ્ટેપ-5 : જો દસ્તાવેજો સાચા હશે તો ક્લેઇમની રકમ જણાવશે અને રૂપિયા એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. આવી રીતે તમારા ક્લેઇમનું સેટલમેન્ટ થઇ જશે.