નવી દિલ્હીઃ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સ (QSR) ચેઇન બર્ગર કિંગ ઇન્ડિયાનો શેર ગ્રે માર્કેટમાં 75 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થઇ રહ્યો છે. કંપનીનો આઇપીઓ બે ડિસેમ્બરે ખૂલ્યો હતો અને 4 ડિસેમ્બરે બંધ થયો હતો. IPOની પ્રતિ શેર પ્રાઇસ-બેન્ડ 59-60 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. રોકાણકારો તરફથી IPOને બહોળો પ્રતિસાદ મળ્યો અને તે 156.65 ગણો ભરાયો હતો. ગ્રે માર્કેટમાં હાલ શેરનો ભાવ પ્રીમિયમમાં બોલાઇ રહ્યો છે. ટ્રેડરોના મતે તેમાં 43-45 રૂપિયાનું પ્રીમિયમ બોલાઇ રહ્યુ છે.
બર્ગર કિંગ ઇન્ડિયાના IPOનું એલોટમેન્ટ આજે એટલે કે 9 ડિસેમ્બરે થવાની ધારણા છે. બર્ગર કિંગ ઇન્ડિયાનો IPO ચાલુ વર્ષે સૌથી સબ્સક્રાઇસ થયેલ ત્રણ IPOમાં શામેલ છે. આ યાદીમાં હેપ્પીયેસ્ટ માઇન્ડ ટેકનોલોજી અને મઝાંગોન શિપબિલ્ડર્સ શામેલ છે. એનાલિસ્ટોના મતે મજબૂત ફ્રેન્ચાઇઝી મોડલ, નેગેટિવ વર્કિંગ કેપિટલ અને સ્ટોર્સના વિસ્તરણની નક્કર યોજનાને પગલે આગામી વર્ષોમાં કંપનીનું ભવિષ્ય ઉજવળ દેખાઇ રહ્યુ છે.
આવી રીતે ચેક કરો શેરનું એલોટમેન્ટ સ્ટેટસ
બર્ગર કિંગ ઇન્ડિયાના IPOના શેરનું એલોટમેન્ટ આજે થવાની અપેક્ષા છે. રિફંડની પ્રક્રિયા ગુરુવારે શરૂ તશે. શુક્રવારે ડિમેટ એકાઉન્ટમાં શેર ક્રેડિટ થઇ જશે અને સોમવારે શેરનું લિસ્ટિંગ થઇ શકે છે. જે લોકોએ IPO ભર્યો છે તેઓ IPOની રજિસ્ટ્રાર લિંક ઇનટાઇમ ઇન્ડિયા(Link Intime India)ના ઓનલાઇન પોર્ટલ પર સબ્સક્રિપ્શન સ્ટેટ્સ ચેક કરી શકે છે, તેની માટે તમારે Link Intime Indiaના વેબ પોર્ટલ https://linkintime.co.in/MIPO/Ipoallotment.html પર જવુ પડશે. બેસિસ ઓફ એલોટમેન્ટની ઘોષણા બાદ જ તેના ડેટા અપલોડ થશે. શેરનું એલોટમેન્ટ સ્ટેટ્સ ચેક કરવા માટે તમારા PAN કે એપ્લિકેશન આઇડી કે ક્લાઇન્ટ આઇટી અથવા ડીપીઆઇડી (depository participant identification)ની જરૂર પડશે.