મુંબઇઃ ભારતીય શેરબજારમાં પાછલા બે દિવસમાં સતત નબળાઇ જોવા મળી છે. સોમવાર બાદ ગત મંગળવારે પણ શેરબજાર રેડ ઝોનમાં બંધ થયા હતા. ખાનગી બેન્કો અને આઇટી સ્ટોકમાં વેચવાલીથી માર્કેટ ઘટ્યુ હતુ. નાણાંપ્રધાન દ્વારા વધુ એક જંગી આર્થિક રાહત પેકેજની જાહેરાત કરાઇ હોવા છતાં માર્કેટનું સેન્ટિમેન્ટ સુધર્યુ નથી.
બુધવારે શેરબજારની ચાલ કેવી રહેશે
શેરબજારના જાણકારોનું કહેવુ છે કે નિફ્ટી 15700ના લેવલની નીચે આવે તો આગામી દિવસોમાં વધારે નબળાઇ જોવા મળી શકે છે. નિફ્ટી 15700ના અંકની નીચે આવે તો શેરબજાર નબળાઇ દેખાડશે અને જો તેની ઉપર ટકી જાય તો 15900 સુધીનો સુધારો જોવા મળી શકે છે.
આજે ક્યા સ્ટોક કરાવશે કમાણી?
MACD ઇન્ડિકેટરના મતાનુસાર બેન્ક ઓફ બરોડા, ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સ, ટાટા મોટર્સસ સદભાવ એન્જિનિયરિંગ, મેરિકો, ઇન્દ્રપ્રસ્થ ગેસ, આર્ચીજ હેલ્થકેર, ધાની સર્વિસ, બિરલા ટાયર, યુનાઇટેડ બ્રુઅરીઝ, એસ્કોર્ટ્સ, દામોદર ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોબીંસ ટેક, સુંદરમ્ ફાઇનાન્સ, કેસીપી સુગર, અપોલો પાઇપ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સુધારો જોવા મળી શકે છે.
ક્યાં સ્ટોકમાં સાવધાની રાખવી?
આજે રોકાણકારોએ એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ, રિલાયન્સ કોમ. સુઝલોન એનર્જી, ઇન્ડિયન બેન્ક, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, ફ્યૂચર રિટેલ ઇન્ડસ્ટ્રીઝ, ગેમન ઇન્ફ્રા, ગુજરાત અપોલો ઇન્ડ. રેડિકો ખેતાન, એલેમ્બિક ફાર્મા, એનસીએલ, બ્રિગેડ એન્ટરપ્રાઇસના શેરમાં સાવધાની રાખવી.