મુંબઇઃ જો તમે મોબાઇલ અને યુટિલિટી બિલ માટે રિકરિંગ ઓટો-ડેબિટ ચુકવણી સેટ કરી છે, તો તમારી સમસ્યા વધી શકે છે. તમારી ઓટો-ડેબિટ ચુકવણી 1 એપ્રિલથી નિષ્ફળ થઈ શકે છે. તેનું કારણ એ છે કે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી રિકરિંગ માટે વધારાના ફેક્ટર ઓથેન્ટિકેશન (એએફએ) ને લાગુ કરવા માટે નવા નિયમોની અંતિમ તારીખ 31 માર્ચ નક્કી કરી છે.
મોબાઇલ અને યુટિલિટી બિલ, ઓટીટી (ઓવર-ધ-ટોપ) પ્લેટફોર્મ્સ અને ડિજિટલ ન્યૂઝ સબ્સ્ક્રિપ્શન્સ જેવી સેવાઓ માટે રિકરિંગ ઓટો-ડેબિટ ચુકવણી સેટ કરનારા કરોડો બેંક ગ્રાહકોને ચૂકવણી તરીકે 1 એપ્રિલથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
RBI એ બેંકો, નોન-બેંક પ્રીપેડ પેમેંટ ઈન્સ્ટ્રૂમેન્ટ જારીકર્તા અને ઈ-મેંડેટ પ્રોસેસિંગ માટે અધિકૃત કાર્ડ પેમેન્ટ નેટવર્કએ બે સર્કલ્યૂલર જારી કર્યા છે. જેની સમય મર્યાદા 31 માર્ચ,2021 એ સમાપ્ત થઈ રહી છે.
ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (MSMEs) એ ચેતવણી આપી છે કે 1 એપ્રિલ, 2021 થી લાખો ગ્રાહકો ઇ-મેન્ડેટ્સ ફેલ થઈ શકે છે, કારણ કે મોટાભાગની પ્રમુખ બેંકોએ રજીસ્ટ્રેશન, ટ્રેકિંગ, સુધારણા અને ઇ-મેન્ડેટ્સના ઉપાડ માટે RBIના નિયમોનું પાલન કરવા માટે અપેક્ષિત પગલા ભર્યા નથી.
કેન્દ્રીય બેંકે બેંકોને ગ્રાહકોને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ માટે ઇ-મેન્ડેટ સુવિધા પ્રદાન કરવા જણાવ્યું હતું. આ સુવિધા ઓછી રકમના વ્યવહારો માટે હતી. ઇ-મેન્ડેટની સુવિધા તમામ પ્રકારના ચુકવણી વિકલ્પો પર લાગુ પડે છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ધારકોને ચુકવણીના વ્યવહાર માટે ઇ-મેન્ડેટ એટલે કે મંજૂરી આપવી પડશે. આ સુવિધા ફક્ત ટ્રાન્ઝેક્શનના રેકોર્ડિંગ માટે છે.
ઓટો ડેબિટ ચુકવણી સુવિધા નિષ્ફળતાને કારણે રૂ. 2000 કરોડની ચુકવણીઓ અસરગ્રસ્ત થશે. કાર્ડ, યુટિલિટી બિલ, ઓટીટી અને મીડિયા સબ્સ્ક્રિપ્શન્સ જેવા ક્ષેત્રો સહિત MSMEs અને કોર્પોરેટરો માટે રૂ. 2,000 કરોડથી વધુની ચુકવણીથી એપ્રિલમાં અસર થવાની સંભાવના છે.