મુંબઇઃ ઓટો પેમેન્ટને લઇને RBI એ ડેડલાઇન વધારવાની જાહેરાત કરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેકરિંગ ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની ડેડલાઇનને છ મહીનાથી વધારવાનો નિર્ણય કર્યો છે. આ પહેલાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રિચાર્જ, યુટિલિટી બિલ જેવાં કામો માટે ઓટોમેટિક પેમેન્ટની સુવિધા પર પ્રતિબંધનો નિર્ણય કર્યો હતો. એ માટે RBI એ એડિશનલ ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશન (AFA) ની જાહેરાત કરી હતી કે, જે 1 એપ્રિલથી લાગુ થવાનું હતું.
જો કે, બેંકો અને પેમેન્ટ્સ ગેટવેએ આને લઇને સેન્ટ્રલ બેંકથી એડિશનલ ટાઇમની માંગ કરી હતી. 4 ડિસેમ્બર 2020ના રોજ રિઝર્વ બેંકએ તમામ બેંકો, RRBs, NBFCs અને પેમેન્ટ ગેટવેને આ નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, 31 માર્ચ 2021 બાદ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી, પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટુમેન્ટ, યુપીઆઇના આધારે ઓટો પેમેન્ટની સુવિધા શરૂ ના રાખી શકાય. રિઝર્વ બેંકએ આવી કાર્ડ ટ્રાન્ઝેક્શનમાં સુરક્ષાને ધ્યાનમાં રાખતા કર્યું છે. ઓટો પેમેન્ટને લઇને તમામ બેંક પોતાના ગ્રાહકોને મેસેજના આધારે પણ આ અંગેની સૂચના આપી રહેલ છે.
તાજેતરમાં જ RBI એ સંપર્ક રહિત કાર્ડના આધારે ચૂકવણી અને કાર્ડ તથા UPI ના આધારે ખુદ જાતે જ બિલોની ચૂકવણીની સીમા એક જાન્યુઆરીથી 2,000 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા કરી દીધી છે. આ પહેલનો ઉદ્દેશ ડિજિટલ લેણદેણને સુગમ અને સુરક્ષિત કરવાનો છે. આ નવા નિયમ અંતર્ગત બેંકોને નિયમિત રીતે બિલોની ચૂકવણીના વિશે ગ્રાહકને સૂચના આપવાની રહેશે અને ગ્રાહકની મંજૂરી બાદ જ તેની ચૂકવણી કરવામાં આવી શકશે. એટલે કે, બીલોની ચૂકવણી આપમેળે નહીં થાય પરંતુ ગ્રાહક પાસેથી ચકાસણી કર્યા બાદ જ કરવામાં આવશે.
5000 થી વધારે ટ્રાન્ઝેક્શન માટે OTP થયો જરૂરી
નવા દિશાનિર્દેશ અંતર્ગત 5,000 રૂપિયાથી વધારેની ચૂકવણી માટે બેંકોના નવા દિશા નિર્દેશ અંતર્ગત ગ્રાહકોને ‘વન ટાઇમ પાસવર્ડ’ મોકલવાનો રહેશે. ઇ-વાણિજ્ય કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ‘ઉદ્યોગ હજુ RBI ના સૂચનોના અમલ માટે તૈયાર નથી. તેને જણાવ્યું કે, ‘જો RBI એ નિયમના પાલનને લઇને સમય નહીં આપ્યો તો એક એપ્રિલથી ગ્રાહકને લેણદેણથી લઇને જે ઇ-મંજૂરી આપી રાખી છે, બેંક તેનુ પાલન નહીં કરી શકે. તેનાથી નિયમિત રીતે બિલોની ચૂકવણી અને અન્ય લેણદેણ વિક્ષેપિત થશે. તેનાથી ડિજિટલ ચૂકવણીને લઇને ગ્રાહકોનો ભરોસો પણ તૂટશે.