નવી દિલ્હીઃ બે દિવસની શાંતિ બાદ ફરી ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર દીઠ 35 પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર દીઠ 15 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે દિલ્હીના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પંપ પર પેટ્રોલની કિંમત વધીને 101.54 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 89.87 રૂપિયા થઇ ગઇ છે.
11.22 રૂપિયા મોંઘુ થયુ પેટ્રોલ
મે મહિનામાં વિધાન સભાની ચૂંટણીઓ સમાપ્ત થયા બાદ ઇંધણના ભાવ સતત વધી રહ્યા છે. 4 મે, 2021 બાદ અત્યાર સુધીમા પેટ્રોલની કિંમતમાં સરકાર દ્વારા પ્રતિલિટર દીઠ 11.22 રૂપિયાનો કમરતોડ વધારો કરવામાં આવ્યો છે. તેવી જ તે ડીઝલની કિંમત પણ પ્રતિલિટર દીઠ અત્યાર સુધીમાં 10 રૂપિયા જેટલી વધી ગઇ છે.
શહેરના નામ | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 101.54 | 89.87 |
મુંબઇ | 107.54 | 97.45 |
ચેન્નઇ | 101.77 | 93.63 |
કલકત્તા | 101.74 | 93.02 |
ભોપાલ | 109.89 | 98.67 |
રાંચી | 96.45 | 94.84 |
બેંગ્લોર | 104.94 | 95.26 |
પટના | 103.91 | 95.51 |
ચંડીગઢ | 97.64 | 89.50 |
લખનઉ | 98.63 | 90.26 |