નવી દિલ્હીઃ સામાન્ય રીતે ઉનાળામાં ખાંડનો વપરાશ વધી જાય છે. આ વખતે પાકિસ્તાનના લીધે ભારતીયોએ ખાંડના ઉંચા ચૂકવવાની તૈયારી રાખવી પડશે. કારણ કે પાકિસ્તાન દોઢ વર્ષ બાદ ભારતમાં ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી છે. આમ દેશમાં નિકાસ વધતા સ્થાનિક બજારમાં ખાંડની ઉપલબ્ધતા ઘટતા તેના ભાવ વધશે અને લોકોએ વધારે રૂપિયા ચૂકવીને ખાંડ ખરીદવી પડશે.
ખાંડ મિલોની સંસ્થા ઇસ્મા દ્વારા અપાયેલી માહિતી મુજબ અત્યાર સુધી 45-46 લાખ ટન ખાંડની નિકાસ કરવાના કરાર કર્યા છે. હવે પાકિસ્તાને પણ આયાત આપતા ભારતમાંથી ખાંડની નિકાસ ચાલુ સીઝન સુધીમાં 60 લાખ ટને પહોંચી જવાની આશા છે.
ઇસ્માના આંકડા મુજબ દેશમાં ખાંડનુ ઉત્પાદન 1 ઓક્ટોબર 2019થી 31 માર્ચ 2021ની દરમિયાન 277.57 લાખ ટને પહોંચી ગઇ જે પાછલા વર્ષ સમાન સમયમા 233.14 લાખ ટન હતુ. આવી રીતે ખાંડના ઉત્પાદનમાં 44.43 લાખ ટનનો વધારો થયો છે. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઇસ્મા)નું કહેવુ છે કે સીઝન વર્ષ 2020-21મા 31 માર્ચ સુધી 503 સુગર મિલો માંથી 282 મિલો શેરડી ઉપલબ્ધ ન હોવથી બંધ થઇ ગઇ છે. જ્યારે પાછલા વર્ષ સમાન સમય સુધી 457 મિલોમાંથી 186 મિલો બંધ થઇ ગઇ હતી.
ઉત્તર પ્રદેશમાં 31 માર્ચ 2021 સુધી 93.71 લાખ ટન ખાંડનુ ઉત્પાદન થયુ છે જ્યારે પાછલા વર્ષ સમાન સમયમાં તેનુ ઉત્પાદન 97.20 લાખ ટન હતુ. રાજ્યમાં 120 સુગર મિલોમાંથી 39 બંધ થઇ ચૂકી છે. જ્યારે પાછલા વર્ષ સમાન સમયમાં 113 સુગર મિલો શેરડીનુ પિલાણ કરી રહી હતી.