આપણાં માન. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 15 જૂનની ગલવાન ઘટના પછી સમસ્ત દેશવાસીઓને આશ્વત કર્યા હતા કે ચિંતાની કોઇ વાત નથી, કોઇએ આપણી સરહદમાં ઘૂસણખોરી કરી નથી કે આપણી કોઇ સૈન્ય ચોકી પણ કબજે કરી નથી. ભારતે વિશ્વાસ કર્યો. પરંતુ દશેરાના દિવસે સંઘસુપ્રિમો મોહન ભાગવતે તલવાર ઉગામતા કહી દીધુ કે કોરોનાકાળમાં ચીને ભારતની જમીન પચાવી પાડી છે…!
ભાગવત અને સંઘ હિન્દુત્વના રખેવાળ અને ચોકીદાર છે. મોદી પણ સંઘની ભેટ છે. ભાગવત ભલે જાહેરમાં કબૂલ ના કરે પણ દેશનો એજન્ડા સંઘએજન્ડા પ્રમાણે જ ચાલે છે. એટલુ ખરૂ કે ભાગવતને સોનિયા ગાંધીની જેમ સરકાર ચલાવવા કોઇ ફોરમના ચેરમેન બનાવવામાં આવ્યાં નથી. પણ નાગપુર અને દિલ્હી વચ્ચે વાતચીત થયા પછી વાત આગળ વધે છે.
ચીનની વિસ્તારવાદી નીતિની જાણ ભાગવતને છે પણ આપણાં વડાપ્રધાને જિનપિંગ પર વધુ પડતો વિશ્વાલ મૂક્યો, અને ભરોસાની ભેંસ પાડો આપે તેમ ચીને ભારતને લાત મારી. પીઠમાં ખંજર ભોંક્યુ એમ કહીશું તો પાછા નેહરૂને યાદ કરવા પડે અને નેહરથી કોને એલર્જી છે તે પણ ઓપન સિક્રેટ છે. સવાલ એ છે ચીનની ઘૂસણખોરી અંગે નાથાકાકાએ ગામના ચોરે બેસીને કોની વાત માનવી- માન. વડાપ્રધાનશ્રીની કે ભાગવતની…?
ભઇ, અમને તો વડાપ્રધાન પર પૂરેપૂરો વિશ્વાસ છે કે તેઓએ જે કહ્યું તે પત્થર કી લકીર…ઔર ફકીર કભી ખોટુ નહીં બોલતા…..સાહેબનો લૂક સંન્યાસી જેવો છે તે એક અલગ વાત છે. પણ ભાગવતજી, ચીનની ઘૂસણખોરી અંગે તમારી વાત સત્યથી વેગળી અને વેગળી છે…મેરે તો મોદી ગોપાલ….!!