નવી દિલ્હીઃ ‘એશિયા અને પ્રશાંત ક્ષેત્રની માટે આર્થિક અને સામાજિક સર્વે, 2021: કોવિડ-19 બાદ મજબૂત અર્થવ્યવસ્થા તરફ’- શીર્ષકવાળી રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્ર એ જણાવ્યુ કે, ભારતનો આર્થિક વિકાસદર 2021-22માં 7 ટકા રહેવાનો અનુમાન છે જ્યારે ચાલુ નાણાંકીય વર્ષ 2020-21માં મહામારી અને સામાન્ય વેપારી ગતિવિધિઓ પર તેની અસરના કારણે તેમાં 7.7 ટકાથી વધારે ઘટાડો આવવાનો અનુમાન છે.
રિપોર્ટમાં જણાવ્યુ છે કે ભારતમાં મહામારીનો પ્રકોપ શરૂ થવાની પહેલા જીડીપી અને મૂડીરોકાણની ગતિ ધીમી પડી ગઇ હતી. કોરોના વાયરસની મહામારીને રોકવા માટે ભારતમાં જે લોકડાઉન લાગુ કરાયુ હતુ, તે દુનિયામાં લાગુ કરાયેલ કડક લોકડાઉન પૈકીનું એક હતુ. તેનું કારણે વર્ષ 2020ના બીજા ત્રિમાસિક ગાળા એપ્રિલથી જૂનમાં લાગુ કરાયેલા કડક પ્રતિબંધો છે. સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટ મુજબ ત્યારબાદ લોકડાઉનના નિયમોમાં ફેરફાર અને સંક્રમણનો દર ઘટવાથી ત્રીજા ક્વાર્ટરમાં આર્થિક રિકવરીને વેગ મળ્યો હતો. અલબત્ત વાર્ષિક તુલનાએ શૂન્યની આસપાસના વૃદ્ધિદરના અનુમાનની સાથે ચોથા ક્વાર્ટરમાં રિકવરીની ગતિ ધીમી પડી.
રિપોર્ટ મુજબ કોરોના-19ના કેસોમાં મોટો ઘટાડો આવ્યો તથા રસીકરણ અભિયાન શરૂ થવા છતાં વર્ષ 2021માં ભારતનો જીડીપી ગ્રોથ વર્ષ 2019ના સ્તરથી નીચો રહેવાનો અનુમાન છે. જવાબદારીઓ સામે દેવાનો ખર્ચ નીચો રાખવાની સાથે એનપીએની સમસ્યાને કાબુમાં રાખવી પડકારજનક છે.
રાષ્ટ્રીય સાંખ્યીક કાર્યાલયના બીજા અગ્રિમ અંદાજ મુજબ વર્ષ 2020-21માં ભારતના વિકાસદરમાં 8 ટકાનો ઘટાડો આવશે અને તેનું કારણ કોરોના મહામારી છે.