ભારતીયો માટે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરવાનું સપનું કદાચ સાકાર થઇ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રિપ્ટોકરેંસી પર નાણા રોકનાર ભારતીયોને મોટી રાહત આપી છે. આરબીઆઈએ કહ્યું છે કે બેંક 6 એપ્રિલ 20218ના રોજ જાહેર કરવામાં આવેલા તે સર્કુલરના હવાલાથી પોતાના ગ્રાહકોને ડિજિટલ કરન્સીના ખરીદ-વેચાણથી દૂર રહેવા સલાહ આપે છે જેને સુપ્રીમ કોર્ટે 4 માર્ચ 2020ના રોજ રદ્દ કરી ચુકી છે. બીજા શબ્દોમાં સમજીએ તો રિઝર્વ બેંકના આ સ્પષ્ટીકરણથી ભારતમાં ક્રિપ્ટોકરેંસીની ખરીદી અને વેચાણનો રસ્તો સાફ થયો છે.
આરબીઆઈએ બેંકો અને અન્ય સંસ્થાઓને સલાહ આપી હતી કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ દરમિયાન કેવાઈસી નિયમો, એંટી મની લોંડ્રિંગ અને અન્ય નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવે. જણાવી દઈએ કે બેંકોએ આરબીઆઈના જૂના સર્કુલરનો હવાલો આપી પોતાના ગ્રાહકોને ક્રિપ્ટોકરન્સી એક્સચેંજ સર્વિસ દેવાથી પણ ઈન્કાર કરી દીધો હતો.
તેવામાં આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે બેંક જે ચેતવણીને લઈને સર્કુલરનો હવાલો આપી રહી છે જેને સુપ્રીમ કોર્ટ રદ્દ કરી ચુકી છે. તેવામાં તેમના જૂના આદેશની વૈધતા ખતમ થઈ ગઈ છે.