પેટ્રોલ ડિઝલના વધતા જતા ભાવને કારણે હાલ આખો દેશ આક્રોશમાં છે. ઈંઘણના વધતા જતા ભાવને કારણે જનતા ખુબ દુખી છે. લોકોના આ આક્રોશને દુર કરવા માટે દેશના સૌથી અમિર વ્યક્તિ ગણાતા એવા મુકેશ અંબાણી તરફથી એક ગુડ ન્યુઝ આવી રહ્યા છે, જે તમને ચોંકાવી દેશે. મુકેશ અંબાણી એ વ્યક્તિ છે જેણે દેશની તમામ જનતાને સારી ઈન્ટરનેટ સ્પીડ સાથે મફત ઈન્ટરનેટ ચલાવવાની ભેટ આપી. હવે એવું સાંભળવા મળી રહ્યું છે કે તેઓ પોતાના પેટ્રોલ પંપ ખોલશે, જ્યાં દેશની જનતાને 20 રૂપિયા સસ્તુ પેટ્રોલ મળશે.
સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે મુકેશ અંબાણી ફરીથી તેમના પેટ્રોલ પંપનો બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યા છે. આ વખતે તેઓ તેમની નવી રણનીતી મુજબ બજાર ભાવ કરતા 20 રૂપિયા સસ્તુ પેટ્રોલ અને ડિઝલ આપશે. જો કે આ છૂટ બધી જગ્યાએ એકસરખી હશે નહીં. રિપોર્ટ મુજબ આ વખતે આ તમામ પેટ્રોલપંપને જીઓના બેનર હેઠળ ચલાવવામાં આવશે.
હાલ રિલાયન્સના આખા દેશમાં અંદાજે 1400 પેટ્રોલપંપ છે. તેમાંથી અંદાજે 1100 પેટ્રોલપંપ ઘણા વર્ષો બાદ શરૂ કરાયા છે. રિલાયન્સ તરફથી પેટ્રોલ ડિઝલ પર 10 થી 20 રૂ ની છૂટ અંગે ઓલ ઈન્ડિયા પેટ્રોલ પંપ ડીલર એસોશિએશનના અધ્યક્ષ અજય બંસલનું કહેવું છે કે, રિલાયન્સનું લક્ષ્ય અમારા ગ્રાહકો પર છે, પર તેની વધુ અસર નહીં પડે, કારણકે અત્યારે રિલાયન્સ પેટ્રોલપંપની સંખ્યા મર્યા દિત છે.