કોરોના મહામારીએ ભારતીય અર્થવ્યવસ્થાને મરણતોલ ફટકો માર્યો છે. નાણાંકીય વર્ષ 2021માં ભારતનો વિકાસદર -7.3 ટકા રહ્યો છે. જે છેલ્લા 4 દશકથી વધુ સમયમાં સૌથી ખરાબ પ્રદર્શન છે. સરકારી આંકડા મુજબ નાણાંકીય વર્ષ 2020-21માં જીડીપીમાં 7.3 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 40 વર્ષનો સૌથી ખરાબ વાર્ષિક વિકાસદર છે. જો કે રાહતની વાત એ છે કે ભારતીય અર્થવ્યવસ્થાના નાણાંકીય વર્ષ 2020-21માં ચોથા ત્રિમાસિકમાં પોઝીટીવ મોડ પર આર્થિક વ્યવસ્થા આવી છે. જાન્યુઆરીથી માર્ચના ચોથા ક્વાર્ટરમાં વિકાસદર 1.6 ટકા નોંધાયો છે.
ચોથા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથરેટ 1. 6 ટકા થયો
ઈકોનોમીમાં કોરોના સંક્ટ છતાં ધીમે ધીમે સ્થિતિ સુધરી રહી છે. ચોથા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથરેટ 1. 6 ટકા થયો છે. જો કે કોરોનાની બીજી લહેરમાં ઈકોનોમી પર અસરનો યોગ્ય અંદાજો ત્યારે જ થશે, જ્યારે આગળ જૂન ક્વાર્ટર માટે જીડીપીના આંકડા આવશે.
જણાવી દઈએ કે ગત વર્ષે માર્ચમાં જ્યારે કોરોનાની પહેલી લહેર આવી ત્યારે તેણે અર્થવ્યવસ્થાને મોટી અસર પહોંચાડી હતી. દેશની તકનિકી રૂપથી મંદીના ઘેરામાં ચાલ્યો ગયો હતો. સતત બે ત્રિમાસિક એપ્રિલથી જૂન અને જુલાઈથી સપ્ટેમ્બરમાં ભારતની જીડીપીનો નેગેટિવ ગ્રોથરેટ જોવા મળ્યો હતો. અર્થાત જીડીપીમાં ભારે ઘટાડો આવ્યો હતો. જૂન ત્રિમાસિકમાં તો લગભગ 24 ટકાની ઐતિહાસિક નીચે પછડાયો હતો. તે પછી વર્ષ 2020-21ની બીજી ત્રિમાસિક અર્થાત જુલાઈ સપ્ટેમ્બરમાં દેશની જીડીપી -7.5 ટકા રહી હતી. જ્યારે તે પછી ડિસેમ્બર ત્રિમાસિકમાં 0.4 ટકાનો મામૂલી વધારો થયો હતો.