હાઇટેક્નોલોજી ધરાવતા અમેરિકા માં કોરોના થી હાહાકાર મચી ગયો છે ત્યાં સ્થિતિ વિકટ છે,અહીં ની સ્વચ્છતા સહિત મેડીસીન , ખોરાક બધુજ સ્ટાન્ડર્ડ હોવાછતાં સ્થિતિ સારી નથી ત્યારે ભારત માં આ બધા ની કમી છે અને વસ્તીપણ વધારે હોવાથી અહીંની કેવી સ્થિતિ સર્જાઈ શકે તે એક ગંભીર સવાલ છે જોકે, તેમછતાં કોરોના વાઇરસ મહામારીના શરૂઆત નાતબક્કામાં અન્ય દેશોની તુલનામાં ભારતને કોવિડ-૧૯ના કન્ફર્મ કેસની સંખ્યાને નિયંત્રિત રાખવામાં સફળતા મળી છે. પરંતુ સંક્રમિતોની સંખ્યા હાલ જે દરે વધે છે તે દરે જ જો વધતી રહેશે તો મે મહિનાના મધ્યભાગમાં સંક્રમિત કેસોની સંખ્યા વધીને ૧૩ લાખ થઇ શકે છે, તેવા અંદાજ ને લઈ સરકાર ટેંશન માં છે.
તજજ્ઞો અને ડેટા વિજ્ઞાનીઓના બનેલા કોવિડ-૧૯ સ્ટડી જૂથના સર્વે મુજબ ભારતમાં ટેસ્ટિંગનો દર ખૂબ જ નીચો છે. ૧૮ માર્ચ સુધીમાં માત્ર ૧૧,૫૦૦ ટેસ્ટ જ થઇ શક્યા છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે કોવિડ-૧૯ની સારવાર માટે મંજૂરી પ્રાપ્ત કોઇ દવા શોધી શકાઇ નથી તેવા સંજોગોમાં ફેઝ-૨ અને ફેઝ-૩ ગંભીર પરિણામો લાવી શકે છે. ભારતની આરોગ્ય સેવાઓ પહેલેથી જ સારી નથી, તેવામાં આવનારી સ્થિતિ કેવી હશે તેની કલ્પના જ ધ્રુજાવનારી છે.
બીજા ફેઝમાં વાઇરસ વિસ્ફોટજનક સ્થિતિએ પહોંચી જતો હોવાનું જણાયું છે.
વિજ્ઞાનીઓનું કહેવું છે કે ઇટાલી અને અમેરિકા જેવા દેશમાં જોવા મળ્યું છે કે કોવિડ-૧૯ તબક્કાવાર ધીરેથી પ્રવેશીને અચાનક વિસ્ફોટક સ્થિતિ સર્જે છે. સ્ટડી જૂથનું કહેવું છે કે ભારતના આરંભિક ફેઝના ઉપલબ્ધ ડેટા આધારે તેમણે તારણો કાઢેલાં છે. ભારતમાં શરૂઆત ના તબક્કા માં કેસોની સંખ્યા ઓછી હતી અને ટેસ્ટિંગનું પ્રમાણ પણ ઓછું હતું પરંતુ
માર્ચ ૧૯ સુધી ભારતમાં કોવિડ-૧૯ના કેસોમાં થતો રહેલો વધારો અમેરિકી પેટર્નને અનુસરી રહ્યો હોય તેવું જણાય છે. મહામારીના શરૂઆત ના૧૧ દિવસ દરમિયાન ઇટાલી અને અમેરિકા એમ બંનેમાં સંક્રમિતોની સંખ્યા બરોબરીની હતી.
સામાન્ય દિવસોમાં પણ ભારતનું આરોગ્ય વિભાગ પાસે દર્દીની સંભાળ માટે પૂરતી સુવિધા નથી હોતી અને રેઢિયાળપણા માટે પંકાયેલું છે ત્યારે પથરીઓ ની ઓછી સંખ્યા , વેન્ટિલેટર નો અભાવ સહિત પ્રાથમિક જરૂરિયાત નો અભાવ છેલ્લી ઘડીએ અંધાધૂંધી સર્જી શકે છે.
