થોડાં સમય પહેલાં પરેશ રાવલ અભિનીત ઓહ માય ગોડ ફિલ્મ આવી હતી તેમાં તેમનો રોલ નાસ્તિકનો હતો. તેઓને ભગવાનમાં શ્રદ્ધા ન હતા અને કોર્ટમાં ભગવાન સામે કેસ કર્યો હતો. બરાબર તેના જેવો એક કેસ અમદાવાદમાં જોવા મળે છે. જો કે તે ભગવાનમાં તો શ્રદ્ધા ધરાવે છે પરંતુ ધર્મ કે જાતિ તેને અસર કરતાં નથી તેથી તેણે વિચિત્ર પણ સરાહનિય માગણી કરી છે.
અમદાવાની આ વ્યક્તિએ તેને નાસ્તિક જાહેર કરવા માટે હાઇકોર્ટની શરણ લીધી છે. રીક્ષા ચાલક આ વ્યકિતએ પોતાની દીકરી કે જે સ્કૂલમાં અભ્યાસ કરે છે તેના સર્ટીફિકેટમાં પણ તેમની જાતિ કે ધર્મ લાખાવ્યા નથી. રાજવીર ઉપાધ્યાય જે કર્મે રીક્ષા ચાલક છે અને ધર્મે હિન્દૂ છે પણ તે સમાજમાં નવો અભિગમ અપનાવવા પ્રયાસ કરી રહ્યો છે.
થોડા સમય અગાઉ પોતાની 13 વર્ષની દીકરી આકાંક્ષાનું સ્કૂલનું સર્ટિફિકેટ લીધું તેમાં પણ તેણે ધર્મ અને જાતિ નથી લખી. જેના માટે ગાંધીનગર કલેકટરને અરજી કરી હતી. જેમાં તેણે દક્ષિણ ભારતના આવા જ એક કિસ્સાને ટાંકી ને મંજૂરી માંગી હતી. જે બાદ કલેકટર દ્વારા મંજૂરી મળતા આ મુજબનું સર્ટિફિકેટ પણ સ્કૂલમાંથી લીધું છે.
બે વર્ષ અગાઉ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી અને માંગ કરી હતી કે પોતાને કોઈ જાતિ કે ધર્મ આધારે ન મુલવવામાં આવે અને નાસ્તિક જાહેર કરવામાં આવે. જે અરજી હજી સુનાવણી હેઠળ છે જ્યારે અન્ય પણ એક અરજી કરી હતી કે કોઈના પણ નામ ના હોવા જોઈએ માત્ર યુનિક નમ્બર આધારે માણસની ઓળખ થાય કોઈ જાતિ કે ધર્મ આધારે નહીં જેની પણ સુનાવણી ચાલી રહી છે.
રાજવીર ઉપાધ્યાય માની રહ્યા છે કે દેશમાં જાતિના આધારે જીવન વહેચાયેલું છે. જેના કારણે સામાજિક ભેદભાવ ઉદ્ભવી રહ્યા છે અને કોમી એકતા નથી જેથી જો કોઈ કોમ જ ન રહે તો કોમી રમખાણો કે ભેદભાવ જ ન ઉદભવે. તેમની આ સોચ સરાહનિય છે પરંતુ હવે જોવાનું એ રહે છે કે તેમની આ અરજી હાઇકોર્ટ સ્વિકારે છે કે નહીં તેની પર તેમનો આધાર છે.