કોરોના મહામારીથી ભારનતા માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇસીસને સૌથી વધુ નુકસાન થઇ રહ્યુ છે. આ MSME સેક્ટર હજી પણ મહામારીના પડેલા ફટકાથી બેઠું થઇ શક્યુ નથી. મહામારીના લીધે આર્થિક સંકટમાં મુકાયેલા ભારતના MSME સેક્ટરને ટેકો આપવા માટે વર્લ્ડ બેન્ક આગળ આવી છે. વર્લ્ડ બેન્ક ભારતના MSME સેક્ટરને આર્થિક ટેકો આપવા માટે 50 કરોડ ડોલરનું પેકેજ લઇને આવી રહી છે.
વર્લ્ડ બેંકના બોર્ડ ઓફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરએ આજે ભારત સરકારની દેશવ્યાપી પહેલને સમર્થન આપવા 500 મિલિયન ડૉલર સહાયની જાહેરાત કરી છે. આ અંતર્ગત, લગભગ 555,000 MSMEs ના પ્રદર્શનમાં સુધારો લાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
આ સિવાય સરકારના રેઝિલિએન્સ એન્ડ રિકવરી પ્રોગ્રામ (MCRP) હેઠળ, 3.4 અબજ ડોલરના MSME ઉદ્યોગ માટે 15.5 અબજ ડોલરનું ભંડોળ એકત્રિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. બીજી વખત વર્લ્ડ બેંકએ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME) ને પર્ફોમન્સ પ્રોગ્રામ અંતર્ગત પ્રોત્સાહન આપવાની દિશામાં હાથ લંબાવ્યો છે. આ અગાઉ તેને જુલાઈ 2020માં 750 મિલિયનની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
ભારતમાં વર્લ્ડ બેંકના કન્ટ્રી ડાયરેક્ટરનું કહેવું છે કે, ‘MSME સેક્ટર, ભારતની અર્થવ્યવસ્થાની એક મહત્વપૂર્ણ કરોડરજ્જુ છે, જે કોવિડ-19 મહામારીથી સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત થયું છે.” “રેમ્પ પ્રોગ્રામ ટકાઉ ઉત્પાદકતા-સંચાલિત વિકાસ અને ખૂબ જરૂરી નોકરીઓની બનાવટ માટે પાયો નાખ્યો, કટોકટી પૂર્વેના ઉત્પાદન અને રોજગારના સ્તરે પરત ફરવા માટે પે કંપનીઓનું સમર્થન કરવાના પ્રયાસોને તેજ કરશે.” રાષ્ટ્રીય સ્તરની ગતિવિધિઓ સિવાય આ કાર્યક્રમ પ્રસ્તાવિત રાજ્યો જેવાં કે, – ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન અને તમિલનાડુમાં લાગુ કરવામાં આવશે જેનાથી લક્ષિત પ્રવૃત્તિઓને શરૂ કરવામાં મદદ મળશે. આગળ ચાલીને તેને વધારાના રાજ્યોના કાર્યક્રમમાં શામેલ કરવામાં આવશે.