કોરોના મહામારી દરમિયાન દેશમાં મોંઘવારી બેફામ બની છે. કઠોળ, અનાજ, ખાદ્યતેલો સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. તો બીજી બાજુ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની આવક ઘટી છે જેના પરિણામ ઘરખર્ચ ચલાવવુ મુશ્કેલ બની ગયુ છે. મહામારી દરમિયાન સૌથી વધુ ખાદ્યતેલોના ભાવ બેફામ રીતે વધ્યા છે. આ વાત ખુદ સરકારે પણ સ્વીકારી છે.
. છેલ્લા એક વર્ષની સરખામણીએ બજારમાં કિંમતો ડબલ થઈ ગઈ છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે આપેલા આંકડા પ્રમાણે એક એપ્રિલથી 20 મેની વચ્ચે સરકારે તેલની કિંમતોમાં 30 રૂપિયાનો વધારો કર્યો છે. પોર્ટ બ્લેયરમાં આ વધારો 45 રૂપિયા છે.
મહામારી કેટલી મોંઘવારી વધી- જોઇ લો લિસ્ટ
ખાદ્ય પદાર્થ | 1 ફેબ્રુઆરી, 2020 | 30 એપ્રિલ 2020 | 1 ફેબ્રુઆરી, 2021 | 15 મે, 2021 |
ચોખા | 34 | 35 | 29 | 30 |
લોટ | 27 | 28 | 24 | 24 |
ચણા દાળ | 73 | 86 | 68 | 77 |
તુવેર દાળ | 95 | 106 | 100 | 117 |
અડદ દાળ | 110 | 114 | 105 | 120 |
મગ દાળ | 105 | 115 | 110 | 107 |
ખાંડ | 40 | 40 | 37 | 38 |
સરસવ તેલ | 133 | 132 | 149 | 176 |
પામોલિન ઓઈલ | 108 | 99 | 113 | 131 |
બટાટા | 24 | 30 | 18 | 19 |
ડુંગળી | 50 | 30 | 40 | 25 |
ટામેટા | 28 | 31 | 24 | 17 |