સામાન્ય લોકોનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે.’ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી હતી કે,‘ઘણા રાજ્યોમાં અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. પેટ્રોલિયમ મંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે સરકાર હાલમાં કોરોનાકાળમાં આવક ગુમાવી રહી છે આ સમયે પેટ્રોલ અને ડીઝલમાં ટેક્સમાં છૂટ આપવી પોષાય તેમ નથી.
કોરોના મહામારીના છેલ્લા 13 મહિનામાં પેટ્રોલ 25.72 રૂપિયા અને ડિઝલ 23.93 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું છે. ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100ને પાર પહોંચી છે. પેટ્રોલ-ડિઝલમાં રેકોર્ડ વધારા માટે ક્રૂડ ઓઈલની કિંમતો નહીં પરંતુ મોદી સરકારે વધારેલો ટેક્સ જવાબદાર છે.’
દેશમાં છેલ્લા એક મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે પ્રતિ લીટર રૂ. ૪.૬૯ અને રૂ. ૫.૨૮નો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહ્યા છે. ભારતમાં વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવાતા વૈશ્વિક ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ છેલ્લા બે વર્ષમાં પહેલી વખત ૭૨ ડોલર નજીક પહોંચ્યો હતો.
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૫.૦૯ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૬.૦૧ થયો હતો. દેશમાં પેટ્રોલ અને ડીઝલના સૌથી ઓછા ભાવ ધરાવતા રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. ગુજરાતમાં પેટ્રોલનો સરેરાશ ભાવ વધીને રૂ. ૯૨ નજીક પહોંચ્યો છે જ્યારે ગુજરાતના ત્રણેય પડોશી રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ને પાર થઈ ગયો છે.