ગાંધીનગર — ભારતની ઓટોમોબાઇલ્સના ઉત્પાદન માટે જાપાનની જાણીતી શુઝુકી મોટર કોર્પોરેશનની પેટા કંપની સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડે આ વર્ષે માઇલસ્ટોન મેળવ્યો છે. આ કંપનીએ ગુજરાતના હાંસલપુરના પ્લાનમાં 10 લાખ કાર ઉત્પાદનનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે.
કંપનીએ ગુજરાતના પ્લાન્ટમાં 2017ના ફેબ્રુઆરી મહિનામાં કારનું ઉત્પાદન શરૂ કર્યું હતું. કંપનીએ માત્ર ત્રણ વર્ષ અને નવ મહિનામાં 10 લાખનો ઉત્પાદન આંક પૂર્ણ કર્યો છે. ગુજરાતના હાંસલપુર સ્થિત પ્લાન્ટમાં કંપનીએ ઉત્પાદન શરૂ કર્યું હતું. કંપનીએ જાન્યુઆરી 2018માં સ્વિફ્ટનું ઉત્પાદન શરૂ કર્યું હતું અને નિકાસ માટે ઉત્પાદન પ્રક્રિયામાં પ્રવેશ કર્યો હતો.
ભારતમાં અને વિદેશમાં કારની વધતી જતી માંગને પહોંચી વળવા માટે કંપનીએ હાંસલપુરના પ્લાન્ટમાં કારના વિવિધ મોડલો બનાવવાનું શરૂ કર્યું છે. સુઝુકી ગુજરાત કંપનીએ આટલા ટૂંકાગાળામાં તેનું લક્ષ્ય પૂર્ણ કર્યું છે. આ સાથે કંપનીએ સ્થાનિક લોકોને રોજગારી પણ પૂરી પાડી છે.
કોરોના સંક્રમણ અને લોકડાઉનના સમયમાં કંપનીએ તેનો પ્લાન્ટ બંધ રાખ્યો હતો પરંતુ અનલોક પછી કંપનીએ તેનો પ્લાન શરૂ કરીને 10 લાખનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. કંપનીના કર્મચારીઓને કોરોના સંક્રમણ થાય નહીં તેની કંપનીના સંચાલકોએ તકેદારી રાખી છે. આરોગ્ય વિષયક પગલાં સાથે કંપની તેની કારનું ઉત્પાદન કરી રહી છે.