મુંબઇઃ દુનિયાના સૌથી મોટા ધનવાન વ્યક્તિઓ પૈકીના એક ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ જિયો એ સાન ફ્રાન્સિસ્કો સ્થિત મોબાઇલ ગેમિંગ કંપની ક્રિક્રી (Krikey)માં મૂડીરોકાણ કર્યુ છે.
રિલાયન્સ જિયો એ આ કંપનીમાં કેટલુ મૂડીરોકાણ કર્યુ છે, તે અંગે કોઇ જાહેરાત કરી નથી. Krikeyએ અત્યાર સુધી કુલ મળીને 22 મિલિયન ડોલરનું મૂડીભંડોળ એક્ત્ર કર્યુ છે.
‘યાત્રા’ નામની ગેમ લોન્ચ
ભારતમાં Krikey એ રિલાયન્સ જિયોની સાથે મળીને ઓગમેન્ટેડ રિયાલિટી આધારિત ‘યાત્રા’ નામની એક મોબાઇલ ગેમ લોન્ચ કરી છે. રિલાયન્સ જિયો એ ગ્રાહકોને આ નવી ગેમના થ્રીડી અવતારની સાથે રમવા માટે વિશેષ ફિચર્સ મળશે. તમામ મોબાઇલ યુઝર્સ આ ગેમ રમી શકશે. ગેમને ગૂગલ પ્લે સ્ટોર અને આઇઓએસ સ્ટોરમાંથી ફ્રીમાં ડાઉનલોડ કરે શકે છે
કિર્કીના સ્થાપક જ્હાન્વી અને કેતકી શ્રીરામે આ પ્રસંગે કહ્યું હતું કે, “કિર્કી સાથેનું અમારું વિઝન પ્રેરણા અને વાસ્તવિકતાને સંમિલિત રીતે સાથે લાવવાનું છે. ઓગમેન્ટેડ રિયાલિટી સાથે અમે કાલ્પનિક વિશ્વને તમારા મોબાઇલ ફોનના માધ્યમથી તમારા ઘર સુધી લાવી શક્યા છીએ.“ માત્ર મોબાઇલ ફોન કેમેરા સાથે ખેલાડી યાત્રાની એક્શન-એડ્વેન્ચર સ્ટોરીમાં પ્રવેશ કરી શકે છે અને મોન્સ્ટર આર્મીને પરાસ્ત કરવામાં જોડાઈ શકે છે. તીર-કમાન, ચક્ર, પ્રકાશ અને આગના ગોળાઓ જેવા હથિયારોનો ઉપયોગ કરીને ખેલાડીઓ ગેમના અલગ અલગ લેવલમાં લડી શકે છે અને ઉખાણા જેવી ગેમ્સમાં પણ ભાગ લઈ શકે છે. યુઝર્સ જેવી પોતાની ગેમ પૂરી કરે કે તરત જ તેઓ પોતાની ગેમનો પર્સનલાઇઝ વીડિયો પોતાના મિત્રો સાથે શેર કરી શકે છે. અન્ય યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા તેમની ગેમપ્લેના વીડિયો પણ જોઈ શકાય છે. પુનઃ ગેમ શરૂ કરતાં પહેલા યુઝર્સ એક ડિજિટલ ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં તીર-કમાન જેવા પોતાના હથિયારો ચલાવવાની પ્રેક્ટિસ પણ કરી શકે છે.