મુંબઇઃ જેવી રીતે પારસમણીને અડતા જ લોખંડ સોનું બની જાય છે તેવી જ ભારત અને એશિયાના સૌથી મોટા ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનો સાથ મળતા જ એક સામાન્ય કંપનીની કિસ્મત બદલાઇ ગઇ છે.
અમે વાત કરી રહ્યા છે ડિટેક્ટ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ (Detect Technologies Pvt. Ltd.)ની. એક સમયે નાણાંકીય કટોકટીનોસામનો કરી રહેલી આ કંપનીમાં મુકેશ અંબાણીએ એ લાખ ડોલરનું મૂડીરોકાણ કરતા મોટો સપોર્ટ મળ્યો અને આ આજે આ કંપની જંગી નફો કરતી થઇ ગઇ છે.
દેશના સૌથી મોટા શ્રીમંત અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મુકેશ અંબાણીએ 2014માં મિશ્રાના સાહસમાં એક લાખ ડોલરનું રોકાણ કર્યું હતું. 32 વર્ષના મિશ્રાએ જણાવ્યું હતું કે ટેક્નોલોજી એડોપ્શનની પ્રક્રિયા ખૂબ ઝડપથી વધી છે. COVID-19 મહામારીએ લોકોને કામ કરવાની જૂની રીતથી આગળ વધવાની ફરજ પાડી છે. તેમને પ્લાન્ટ બંધ કરવો પડ્યો હતો અથવા નવી પદ્ધતિનો પ્રયાસ કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે, અંબાણી પાસેથી મળેલા ભંડોળની સાથે તેમણે વિદ્યાર્થીઓને તેની સાથે જોડ્યા. આ પછી, કંપનીએ અન્ય એક પ્રોડક્ટ બનાવ્યું જેમાં ડ્રોનનો ઉપયોગ રિફાઈનરીઓ, પાવર પ્લાન્ટ્સ અને રિએક્ટરમાં સાઇટ્સ અને ઈક્વિરમેન્ટના નિરીક્ષણ માટે કરવામાં આવે છે.
સ્ટાર્ટઅપને 2019માં રોયલ ડચ શેલ પીએલસી તરફથી કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આમાં પેન્સિલવેનિયામાં કંપનીના પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ પર નજર રાખવામાં આવનાર હતી. હવે કંપનીના ગ્રાહકોમાં વિશ્વની અગ્રણી ઉર્જા કંપનીઓ શામેલ છે. આમાં એક્ઝોન મોબીલ કોર્પ. રિલાયન્સ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન સામેલ છે.