એર ઇન્ડિયાના એક મુસાફરે તાજેતરમાં 45 લાખ પ્રવાસીઓના ખાનગી ડેટા લિક થયા બાદ એરલાઇન્સ પાસે વળતર માંગ્યુ છે. જેમાં તેમનો અને પતિનો ડેટા પણ શામેલ હતો. મુસાફરના વકીલે કહ્યુ કે રિતિકા હાડું એ રવિવારે એરઇન્ડિયા મેનેજમેન્ટને એક કાયદાકીય નોટિસ મોકલી જેમાં તેમણે કહ્યુ કે, એરલાઇન્સે 1 જૂનના રોજ તેમનો ડેટા લિક થયાની માહિતી આપી હતી. પ્રવાસીએ તેને ભૂલી જવાનો અધિકાર અને માહિતી સંબંધી-સ્વાયતત્તાનું ઉલ્લંઘન ગણાવતા 30 લાખ રૂપિયાનું વળતર માંગ્યુ હતુ.
એર ઇન્ડિયા દ્વારા મોકલેલ આ ઇ-મેલમાં જણાવાયુ છે કે એર ઇન્ડિયાના પેસેન્જર સર્વિસ સિસ્ટમ પ્રોવાઇડર એસઆઇટીએ એ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં એક કથિત સાયબર હુમલા થયાની પૃષ્ટિ કરી હતી જેના કારણે દુનિયાભરના 45 લાખ પ્રવાસીઓના વ્યક્તિગત ડેટા લીક થઇ ગયા હતા જેમાં એર ઇન્ડિયાના મુસાફરોના પણ ડેટા શામેલ હતા.
મુસાફરે પોતાની નોટિસમાં જણાવ્યુ કે, એરલાઇન્સની તાજેતરની સુરક્ષા ભૂલ અંગે જાણીને આશ્ચર્ય થયુ જેના કારણે મોટી સંખ્યામાં પર્સનલ ડેટા લીક થયા જેમા સંવેદનશીલ વ્યક્તિગત માહિતીઓ અને પર્સનલ ડેટા શામેલ છે, જેનાથી મારા પર્સનલ ડેટાનો દુરૂપયોગ થવાનું જોખમ છે.
એરલાઇન્સ કંપનીએ ઇ-મેલમાં જણાવ્યુ હતુ- લિક થયેલા ડેટામાં 26 ઓગસ્ટ, 2011 અને 20 ફેબ્રુઆરી 2021ની વચ્ચે રજિસ્ટર્ડ પર્સનલ ડેટા શામેલ હતા. જેમા નામ, જન્મતારીખ, સંપર્ક માહિતી, પાસપોર્ટની માહિતી, ટિકિટની માહિતી. સ્ટાર એલાયન્સ અને એર ઇન્ડિયા ફિક્વેન્ટ, ફ્લાયર ડેટા અને સાથે જ ક્રેડિટ કાર્ડ ડેટા હતા.