મુંબઇઃ રાંધણગેસના ભાવ આસમાને પહોંચતા સામાન્ય વર્ગને મુશ્કેલી પડી રહી છે. જોકે તમે એક સ્કીમ હેઠળ લગભગ 850 રૂપિયાનો એલપીજી સિલિન્ડર પર 700 રૂપિયાનો ફાયદો મેળવી શકો છે, જાણો કેવી રીતે..
ઑનલાઇન પેમેન્ટ એગ્રીરેટર પેટીએમ (Paytm) ગ્રાહકો માટે શાનદાર ઑફર લાવી છે. આ ઑફર અંતર્ગત LPG ગેસ સિલિન્ડર બુક કરાવવા પર તમને 700 રૂપિયાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે. આ ઑફર 31 માર્ચ, 2021ના રોજ રાતે 12 વાગ્યા સુધી છે. એટલે કે તમારી પાસે સસ્તો LPG સિલિન્ડર ખરીદવા માટે ફક્ત 7 દિવસ બચ્યા છે.
આ ઑફરનો લાભ લેવા માટે તમારે તમારા મોબાઇલ ફોનમાં ફક્ત Paytm એપ ડાઉનલોડ કરીને LPG સિલિન્ડર બુક કરવાનો છે. તે બાદ તમને 700 રૂપિયાનું કેશબેક આપવામાં આવશે.
દિલ્હીમાં 14.2 કિલોગ્રામ વાળા LPG ગેસ સિલિન્ડરના ભાવ 819 રૂપિયા છે. Paytmની ઑફર સાથે તમે મોંઘા સિલિન્ડરને ફક્ત 191 રૂપિયામાં ખરીદી શકો છો. Paytmની આ ઑફર ફક્ત તે લોકો માટે છે જે Paytmથી પહેલીવાર LPG બુક કરાવી રહ્યાં છે.
આ રીતે મેળવો ઑફરનો લાભ
સૌથી પહેલા તમારે Paytmમાં જઇને Show more પર ક્લિક કરવાનું છે. તે બાદ Recharge and Pay Bills પર ક્લિક કરો. તમારી સામે book a cylinderનો વિકલ્પ હશે.
અહીં તમારે તમારા ગેસ પ્રોવાઇડરનું સિલેક્શન કરવાનું છે. બુકિંગ પહેલા તમારે FIRSTLPGનો પ્રોમોકોડ નાંખવાનો છે. પ્રોમોકોડનો ઉપયોગ કરવા પર સિલિન્ડરની પૂરી કિંમત તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ જશે.
કેશબેકની આ ઑફર 31 માર્ચ 2021એ પૂરી થઇ રહી છે. બુકિંગના 24 કલાકમાં તમને કેશબેક સ્ક્રેચ કાર્ડ મળી જશે. આ સ્ક્રેચ કાર્ડને 7 દિવસમાં યુઝ કરવાનું રહેશે.