મોદી સરકાર જાહેર ક્ષેત્રની કંપનીઓ અને બેન્કો વેચવા અને ખાનગીકરણ કરવા માટે મક્કમ ગતિએ આગળ વધી રહી છે. હવે મોદી સરકારે જાહેર ક્ષેત્રની બે બેંકોનું ખાનગીકરણ કરવા માટે પસંદગી કરી છે, કેન્દ્ર સરકાર સેન્ટ્રલ બેંક ઓફ ઇઁન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીસ બેંકમાં રહેલો પોતાનો 51% હિસ્સો વેચી શકે છે.
આ ખાનગીકરણ માટે સરકાર બેકિંગ રેગ્યુલેશન એક્ટમાં ફેરફાર કરશે, આરબીઆઇ સાથે ચર્ચા અને કેટલાક અન્ય કાયદામાં ફેરફાર કરાશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, અત્રે ઉલ્લેખનિય છે કે નિતી પંચે આ જ મહિનામાં ખાનગીકરણ માટે સેન્ટ્રલ બેંક ઓફ ઇઁન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીસ બેંકનાં નામની ભલામણ કરી હતી. નિતી પંચને ખાનગીકરણ માટે જાહેર ક્ષેત્રની બે બેંકો અને એક વીમા કંપનીનું નામ નક્કી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
હવે એક સવાલ સર્વત્ર ચર્ચાઇ રહ્યો છે કે ખાનગીકરણ બાદ આ બંને બેંકનાં કર્મચારીઓ અને ગ્રાહકોનું શું થશે, જો કે તે અંગે નાણા પ્રધાન નિર્મલા સિતારમણે 16 માર્ચે જ સ્પષ્ટતા કરી હતી, કે ગ્રાહકોને પહેલા જેવી જ સુવિધાઓ મળતી રહેશે, તેમાં માત્ર ઔપચારિક ફેરફારો થશે, જ્યારે બેંકકર્મીઓની નોકરી પર કોઇ જોખમ નહી આવે, તેમના પગાર અને પેન્શન તથા અન્ય સુવિધાઓ સહિતનાં હિતોનું સંપુર્ણ ઘ્યાન રાખવામાં આવશે.