નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર નિયામક સેબીએ મ્યુચ્યુઅલ પંડના રોકાણકારો માટે રાહતજનક નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ મ્યુ. ફંડના રોકાણકારો પોતાની મૂડી એક રાત બાદ ઉપાડી શકે છે.
સેબીએ આ સિલસિલામાં વર્ષ 2017ના સર્ક્યુલરને સંશોધિત કર્યા હતા. સાથે જ મ્યુચુઅલ ફંડ હાઉસેને ઓવરનાઈટ ફંડમાં તત્કાલ પહોંચવાની સુવિધા આપવાની મંજૂરી આપી છે. નવા નિયમ તત્કાલ રૂપથી પ્રભાવિત કરી દેવામાં આવશે. ઇન્સ્ટન્ટ એક્સેસ સુવિધા એ રોકાણકારોને મળશે જે રિડેમ્પશન રિકવેસ્ટના કેટલાક કલાક અથવા મિનિટની નાદર પોતાના ફંડ સુધી પહોંચી જશે.
જે હેઠળ રિડેમ્પશન રિકવેસ્ટથી કેટલાક કલાકો અથવા મિનિટની અંદર પોતાના ફંડ અને પૈસા ઉપાડી શકે છે. રોકાણકાર પોતાના યુનિટના મૂલ્યના 90% સુધી ઉપાડ કરી શકે છે, જે તત્કાલ એક્સેસ સુવિધા માટે 50,000 રૂપિયાની સીમાને આધીન છે.
સામાન્ય રીતે લિકવીડ ફંડ સહીત ડેટ ફંડથી પૈસા ઉપાડવામાં 1-2 વર્કિંગ ડેઝ લાગે છે. જેમાં મ્યુચુઅલ ફંડ હાઉસ રોકાણકારોના બેન્ક ખાતામાં રકમ જમા કરે છે, પરંતુ સેબીના નવા આદેશ હેઠળ અત્યાર સુધી નવી સુવિધા આપવામાં આવી છે, જેમાં એમને જલ્દીથી જલ્દી પૈસા મળી જશે.
1 ડિસેમ્બર 2021થી સેબીએ એવી રકમ જેના પર ક્લેમ કર્યો નથી, એ ધન અને લાભાંશને મ્યુચુઅલ ફંડની ઓવરનાઈટ સ્કિમ, તરલ અને મુદ્રા બજાર યોજનાઓમાં રોકાણની મંજૂરી આપશે. પહેલા આ પ્રકારના પૈસાને કોલ મની, લિકવીડ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમનેટ્સમાં રોકાણ કરી શકાય છે. AMC એવી યોજનાઓમાં એક્ઝિટ લોડ નહિ લઇ શકે છે.