નવી દિલ્હીઃ ટ્રેનમાં મુસાફરી કરનાર લોકો માટે ખુશખબર છે. એક વર્ષ બાદ રેલવે વિભાગ દેશભરમાં તમામ ટ્રેનો સંપૂર્ણ ક્ષમતા સાથે દોડાવવાની તૈયારી કરી રહ્યુ છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પ્રથમ એપ્રિલથી તમામ ટ્રેનો પાટા પર દોડવા લાગશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભારતીય રેલ્વે 1 એપ્રિલ 2021થી તમામ ટ્રેનોનું પરિચાલન શરૂ કરી શકે છે. આ માટે રેલ્વે એ તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે.કોરોના વાયરસના સંક્રમણને કારણે 2020માં ઘણી બધી ટ્રેનો રદ કરવાની સાથે સાથે નિયમો સાથે અમુક ટ્રેનો રેલ્વે દ્વારા શરૂ કરવામાં આવી હતી.
વાસ્તવમાં, 29 માર્ચ ના રોજ હોળીનો તહેવાર આવી રહ્યો છે તે સમયે ટ્રેનોની ભારે ડિમાન્ડ રહે છે. તે માટે મુસાફરોએ ટ્રેનો માટે મારામારી ન કરવી પડે. રેલવે 1 એપ્રિલ થી તમામ ટ્રેનોને પાટા પાર ઉતારી શકે છે. તેમાં, જનરલ, શતાબ્દી અને રાજધાની તમામ પ્રકારની ટ્રેનો ચલાવવામાં આવશે. સૂત્રોનું એમ પણ કેહુ છે કે કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં જોઈને રેલવે તમામ ટ્રેનોને ચલાવવાની પરવાનગી આપી દેવામાં આવી છે.
કોરોના મહામારીને જોતા રેલવે દ્વારા 65 ટકા પેસેન્જર ટ્રેનો જ ચલાવવામાં આવી રહી છે. તેમાં મેલ અને એક્સપ્રેસ બંને પ્રકારની ટ્રેનો સામેલ છે. રેલવેના આ પગલાંથી લગભગ તમામ સબ-અર્બન અથવા મેટ્રો ટ્રેન પણ પાટા પર પછી ફરશે. મુંબઈમાં શુક્રવારે એટલે કે 29 જાન્યુઆરીથી 95 ટકા લોકલ ટ્રેનોની સેવાઓ શરૂ કરવામાં આવી છે. જોકે, ટ્રેનોની સંખ્યા તો વધી રહી છે પરંતુ સામાન્ય લોકોએ તેમાં મુસાફરી કરવા માટે થોડી વધુ રાહ જોવી પડશે.
દેશની પ્રખ્યાત ટ્રેન ટિકીટ બુક કરવા વાળી વેબસાઈટ IRCTC સંપૂર્ણ પણે ઠપ્પ થઈ ગઈ છે. જોકે હાલ આ સાઈટ પર કોઈપણ ટિકીટ બુક નથી થઈ રહી. IRCTCએ ખુદ આ મામલે તે બાબતની જાણકારી આપી છે. પોતાના ટ્વિટર હેન્ડલ પરથી જણાવ્યું કે ટેકનીકલ ક્ષતિના કારણે ટિકીટ બુકિંગમાં પરેશાની આવી રહી છે. જેને જલ્દીમાં જલ્દી સુધારવામાં આવશે. આ ટ્વિટ અંદાજીત બપોરે 1:15 કલાકે કરવામાં આવ્યું છે.