નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે લોકો વચ્ચે એક રાહતજનક સમાચાર છે. ડિસેમ્બર મહિનામાં સરકારી માલિકીની ઓઇલ કંપનીઓએ રાહતદરના રાંધણગેસના સિલિન્ડરની ભાવ યથાવત રાખ્યા છે. જો કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 54.50 રૂપિયાનો વધારો કર્યો છે. આ નવા વધારેલા દર લાગુ થતા દિલ્હીમાં કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ આજે વધીને 1296 રૂપિયા એ પહોંચી ગયો છે. જ્યારે 1લી નવેમ્બરે કોમર્શિયલ LPG સિલન્ડરનો ભાવ 1241.50 રૂપિયા હતો. આ વધારેલા ભાવ આજથી સમગ્ર દેશમાં લાગુ થશે.
ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ મુજબ કલકત્તામાં કોમર્શિયલ LPG સિલન્ડરનો ભાવ હવે વધીને 1351.50 રૂપિયા થયો છે જેમાં આજે પ્રતિ સિલિન્ડર દીઠ 55 રૂપિયાનો વધારો થયો છે.
આવી જ રીતે મુંબઇમાં કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ પણ 1189.50 રૂપિયાથી વધીને 1244 રૂપિયાના સ્તરેપહોંચી ગયો છે. આવી રીતે આજે મુંબઇમાં આ ગેસ સિલિન્ડર 55 રૂપિયા મોંઘો થયો છે.
ચેન્નઇમાં કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ 1,354.50 રૂપિયાના સ્તરેથી આજે 56 રૂપિયા વધીને 1,410.50 રૂપિયા થયો છે. નોંધનિય છે કે, કોમર્શિયલ LPG સિલિન્ડર 19 કિગ્રાનો હોય છે.
રાહતઘરના LPG સિલિન્ડરના ભાવ સ્થિર
જો કે ઓઇલ કંપનીઓએ રાહતદરના સબસિડીવાળા LPG સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર ન કરતા લોકોને મોંઘવારીમાં રાહત મળી છે.
ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ મુજબ દિલ્હીમાં સબસિડીવાળા LPG સિલિન્ડરનો ભાવ 594 રૂપિયા છે. તો મુંબઇમાં આવા રાહતદરના LPG સિલિન્ડરનો ભાવ 594 રૂપિયા, ચેન્નઇનમાં 610 રૂપિયા, કલકત્તામાં 620.50 રૂપિયા છે. ઉલ્લેખનિય છે કે, સબસિડીવાળા LPG સિલિન્ડરનું વજર 14.2 કિગ્રા હોય છે. દેશમાં દર મહિનાની 1લી તારીખે રાંધણગેસના ભાવમાં ઓઇલ કંપનીઓ દ્વારા ફેરફાર કરવામાં આવે છે.