ભારતીય શેરબજારમાં સોમવારે વેચવાલીનું દબાણ રહ્યુ. તેનાથી બેન્ચમાર્ક સેન્સેક્સ 587 પોઇન્ટ તૂટીને 52,553.40 અને નિફ્ટી 171 પોઇન્ટ ગગડીને 15752.40ના મથાળે બંધ થયો. નિફ્ટી-50 ડેઇલી ચાર્ટ પર એક ડોઝ કેન્ડલ બનાવી રહ્યો છે . નિફ્ટી 15,800 લેવલને ક્રુશિયલ સપોર્ટને તોડી 15,752ના સ્તરે બંધ થયો છે. માર્કેટ પંડિતોનું કહેવુ છે કે નિફ્ટી ઇન્ડેક્સ જો 15600ના લેવલનીઉપર ટકી રહેશે તો તેમાં રિકવરી જોવા મળશે. હાલ જૂન ક્વાર્ટરના પરિણામની સિઝન ચાલી રહી હોવાથી સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ જોવા મળશે.
મંગળવારે ક્યાં શેરમાં રહેશે તેજી
મોમેન્ટમ ઇન્ડિકેટર મૂવિંગ એવરેજ કન્વર્ઝન્સ ડાયવર્ઝન્સ કે એમએસીડીના મતે એનએમડીસી, પાવર ગ્રીડ, ઉષા માર્ટિન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સન ટીવી, રોસારી બાયોટેક, મિર્ઝા ઇન્ટરનેશનલ, ક્રિસિલ, પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા સીઆઇ ઓટો, સ્ટાર સિમેન્ટ, ગ્રીનપ્લાય ઇન્ડ. ગ્રેટ ઇસ્ટર્ન, અડવાણી હોટેલ, જેએમસી પ્રોજેક્ટ્સ, સેન્ચ્યુરી પ્લાયવુડ, કેરિયર પોઇન્ટ, મુંજાલ શો કંપનીના શેરમાં તેજી જોવા મળી શકે છે.
ક્યા સ્ટોકમાં સાવધાની રાખવી
મોમેન્ટમ ઇન્ડિકેટર મૂવિંગ એવરેજ MACDના મતે આજે એચડીએફસી બેન્ક, ફેડરલ બેન્ક, જસ્ટ ડાયલ, અપોલો ટાયર્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, એચબીએલ પાવર સિસ્ટમ્સ, આદિત્ય બિરલા ફેશન, જીનસ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રાઇકોલ, સ્નાઇડર ઇલેક્ટ્રિક, એશિયન ગ્રેનિટો ઇન્ડિયા, જયશ્રી ટી, ક્વિક હીલ ટેકનોલોજી, જમના ઓટો, ઇન્ડિયા ગ્લાઇકોલ્સ, જુઆરી એગ્રો કેમિક્લ્સ, વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ, ટાટા એલેક્સી, હિન્દુસ્તાન એરોનોટિક્સ, સ્ટાર પેપર મિલઅને એસ્ટ્રેલ કંપનીના શેરમાં રોકાણ કરતી વખતે સાધવાની રાખવી.