નવી દિલ્હીઃ રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે ટિકિટ બુકિંગ કાઉન્ટર પર ગયા વગર ટ્રેનોની જનરલ કે ચાલુ ટિકિટ ખરીદી શકે છે. ચાલો જાણીયે…
કેવી રીતે ખરીદી શકાય ટિકિટ?
રેલવેની આઇટી ફર્મ સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમે ઘણા વર્ષો પહેલા જ અનરિઝર્વ્ડ ટિકટિંગ સિસ્ટમ યુટીએસ નામે એક મોબાઇલ એપ શરૂ કરી છે. તેમાં તમે ડિજિટલ રીતે મની લોડ કરી શકો છો. જો તમારી પાસે કેડિટ કે ડેબિટ કાર્ડ નથી તો પણ તેમાં ભીમ કે ગૂગલ પે, પેટીએમ જેવા વોલેટથી પણ મની લોડ કરી શકો છે અને તે જ નાણીં ટ્રેનોની જનરલ ટિકિટ ખરીદી શકો છો.
જો તમે યુટીએસ એપથી જનરલ ટિકિટ કરવા ઇચ્છો છો તો એક વાતનું ધ્યાન રાખો. આ એપથી તમે રેલવે સ્ટેશન કે ટ્રેન પર ટિકિટ મેળવી શકતા નથી. તેની માટે રેલવેની કેટલીક વિશેષ ટેકનિકલ જોગવઇઓ છે. એવુ એટલા માટે કે તમે ટિકિટ ચેકર ટીસીને જોઇને ટિકટન કાપી લો. આ એપથી ટિકિટ લેવા માટે તમે રેલવે પરિસર અને રેલવે લાઇનથી ઓછામા ઓછા 10 મીટરના અંતરે રહેવુ ફરજિયાત છે.
આ એપને મોબાઇલ ફોન પર ડાઉનલોડ કર્યા બાદ તમારે આધાર નંબર, પાન નંબર કે ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા દસ્તાવેજોને તેન સાથે લિંક કરવાના રહેશે. આવુ એટલા માટે જેથી ટિકિટ ચેકિંગ સ્ટાફને પુછપરછ દરમિયાન તમે તમારી પ્રામાણિકતા સાબિત કરી શકો. કારણ કે રેલવેમાં પોતાની ટ્રેનની ટિકિટ અન્યને આપવા મનાઇ છે. જેવીં જ તમે ટિકિટ બનાવશો તમારા વોલેટમાંથી પૈસા કપાઇ જશે. આટિકિટને સેવ કરી શકો છો અને ટિકિટ ચેકર આવે ત્યારે તેને દેખાડી શકો છો.