મુંબઇઃ સેન્સેક્સ અને નિફ્ટી સળંગ બીજા દિવસે ઘટીને બંધ રહ્યા છે જેનું કારણ બેન્કિંગ અને ફાઇનાન્સ તેમજ મેટલ સેક્ટરના શેરમાં રોકાણકારો દ્વારા ભારે વેચવાલી છે. મંગળવારે સેન્સેક્સ 31 પોઇન્ટની નરમાઇમાં 50,364ના લેવલે બંધ થયો હતો. સેન્સેક્સ સેશન દરમિયાન નીચામાં 50,289 અને નીચામાં 50,857 થયો હતો. તો નિફ્ટી માત્ર 19 પોઇન્ટ ઘટીને 14910ના સ્તરે બંધ થયો હતો. આજે સેન્સેક્સના 30માંથી 16 બ્લુચિપ સ્ટોક ઘટ્યા હતા. જેમાં એચડીએફસી, એચડીએફસી બેન્ક, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને લાર્સનનો શેર 1થી દોઢ ટકા ઘટ્યા હતા. બીજી બાજુ એનએસઇ નિફ્ટીના 50માંથી 29 બ્લુચિપ સ્ટોક ડાઉન હતા.
આજે પણ બેન્કિંગ-ફાઇનાન્સિયલ અને મેટલ સેક્ટરની કંપનીઓના શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યુ હતુ. આજે બીએસઇના સેક્યોરિયલ ઇન્ડાઇસિસમાં બેન્કેક્સ સૌથી વધુ 1 ટકા તૂટ્યો હતો તો બીજી બાજુ આઇટી અને ટેક ઇન્ડેક્સ 1 ટકા વધ્યા હતા.. બીએસઇ ખાતે સેશનના અંતે 1466 કંપનીના શેર વધીને જ્યારે 1497 શેરના ભાવ ઘટીને બંધ થતા બીએસઇની માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી. આજે બીએસઇની માર્કેટકેપ સાધારણ વધીને 207.28 લાખ કરોડ રૂપિયા રહી હતી જે સોમવારે 206.88 લાખ કરોડ રૂપિયા હતી.