કોરોના મહામારીથી ગંભીર રીતે પ્રભાવિત ફૂડ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ માં હવે રિકવરી જોવા મળી રહીછે. એક રિપોર્ટ મુજબ આ ઇન્ડસ્ટ્રીઝ વર્ષ 2021માં 10 લાખ લોકોને ફરીથી રોજગારી આપશે. રેસ્ટોરન્ટ ટેબલ રિઝ્વેશન સર્વિસિસ કંપની ડાઉનઆઉટની રિપોર્ટ મુજબ વર્ષ 2021 સુધી 90 ટકા રેસ્ટોરન્ટ ત્યાર સુધી ડિજિટલ મેન્યુઝની સિસ્ટમ અપનાવી લેશે.
ડાઉનઆઉટના ચીફ એક્ઝિક્યુટિવ અંકિત મેલ્હોત્રાએ કહ્યુ કે, રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝ પોતાના સૌથી ખરાબ સમયમાંથી બહાર આવી ચૂકી છે અને 10 લાખ લોકોને ફરીથી રોજગારી આપવાની તૈયારીમાં છે. આ સાથે જ ઇન્ડસ્ટ્રીઝમાં એક બહુ મોટુ પરિવર્તન જોવા મળી રહ્યુ છે. હવે લોકો આરોગ્યપ્રદ ભોજનને પ્રાથમિકતા આપી રહ્યા છે. રિપોર્ટ મુજબ 100 ગ્રાહકો કોન્ટેક્ટલેસ અને ડિજિટલ પેમેટને પસંદ કરશે. ટેકઅવે અને ડિલિવરીમાં અનુક્રમે 15 ટકા અને 30.5 ટકાની વૃદ્ધિની અપેક્ષા છે. ક્લાઉટ કિચન્સનો બજાર હિસ્સો હાલમાં 13 ટકાથી વધીને આગામી વર્ષે 30 ટકા સુધી પહોંચી જશે. શેફની સંખ્યામાં પણ મોટો વધારો થવાની આશા છે અને વર્ષ 2021 સુધીમાં તેમાં ચાર ગણી વૃદ્ધિ થઇ શકે છે.
30 ટકા રેસ્ટોરન્ટ હંમેશા માટે થયા બંધ
મુંબઇમાં Nutcrackerના માલીક એની બાફનાનું કહેવુ છે કે, ડિજિટલ ઓર્ડરિંગ અને પેમેન્ટથી અમને ઘણી સુવિધા મળે છે. તેનાથી સર્વિસ ટીમનો સમય બચે છે. રેસ્ટ્રોરન્ટ ઇન્ડસ્ટ્રીઝ કોરોનાથી સૌથી પ્રભાવિત ઉદ્યોગો પૈકીની એક છે. લોકોડાઉનના પ્રતિબંધો હટાવ્યા બાદ પણ રેસ્ટોરન્ટોને ઘણા પ્રકારના પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના-19 મહામારી પહેલા 70 લાખથી વધારે લોકો આ ઇન્ડસ્ટ્રીઝમાં રોજગારી મેળવતા હતા. ઇન્ડસ્ટ્રીઝ બોડી એનઆરએઆઇના આંકડાઓ મુજબ કોરોનાને પગલે લાગુ કરાયેલા લોકડાઉનથી દેશમાં 30 ટકા રેસ્ટોરન્ટ અને બાર હંમેશા માટે બંધ થઇ ગયા છે.