બજાજ કેપિટલના ચીફ માર્કેટિંગ ઓફિસર વિશ્વજીત પરાશરે કહ્યુ કે, ભૂતકાળના સંશોધન મુજબ અન્ય એસેટ્સની તુલનામાં ઉચ્ચ વાસ્તવિક રેટના રિટર્ન માટે ઇક્વિટીની સંભાવના લાંબા સમયથી વધારે છે. આથી એવા રોકાણકારો જેમનું નાણાંકીય લક્ષ્યાંક ઓછામાં ઓછા 5થી 10 વર્ષ દૂર છે, તેઓ ઇક્વિટી મ્યુ.ફંડસથી મૂડીરોકાણ કરવાની યોજના બનાવે.
લક્ષ્યાંક-આધારિત રોકાણ તરફ પ્રયાણ કરો, એક એસેટ્સ ક્લાસના રૂપમાં ઇક્વિટી સાથે જોડાયેલી અસ્થિરતાને ધ્યાનમાં રાખવાની આવશ્યકતા હોય છે. ક્યારેક ક્યારેક એવુ થઇ શકે છે કે તમારુ મ્યુ. ફંડ્સમાં કરાયેલા મૂડીરોકાણની એનએવી શોર્ટ-થી મીડિયમ ટર્મમાં થોડીક વધ-ઘટ વાળી રહે, પરંતુ રોકાણ પરત ખેંચવા કરતા લોંગ ટર્મ પર લાભ મેળવવા રોકાણ જાળવી રાખવું સારો વિકલ્પ છે. માર્કેટમાં પોતાના ઇન્વેસ્ટમેન્ટને ટાઇમ આપો. ઇક્વિટી મ્યુ. ફંડ સ્કીમમાં તમારા રૂપિયા જેટલા વધારે સમય રહેશે, એટલું જ વધારે રિટર્ન મળી શકે છે.
SIP એ એક નિયમિત રોકાણની યોજના છે જે તમામ પ્રકારની મ્યુ. ફંડ્સ સ્કીમમાં ઉપલબ્ધ છે. અલબત્ત આ ઇક્વિટી સ્કીમમાં સૌથી વધારે અસરકારક છે, કારણ કે ઇક્વિટી મ્યુ. ફંડ ડેટ સ્કીમ્સની તુલનામાં વધારે અસ્થિર એસેટ્સ ક્લાસ છે. SIP તમને પ્રાઇસમાં ઘટાડો થતા ઓટોમેટિક રૂતી તમને વધારે યુનિટ્સ ખરીદીને અસ્થિરતાનો લાભ મેળવવામાં મદદ કરે છે અને કિંમત વધતા ઓછા યુનિટ આવે છે.
SIP ઉંચ્ચા સ્તરે ઓછા યુનિટ આપીને, વધી રહેલા બજારમાં જતા અટકાવે છે, લાંબા સમય સુધી ઓછામાં ઓછા એક માર્કિટ સાયકલ, રોકાણ માટે આ અનુશાસિત દ્રષ્ટિકોણ તમને સરેરાશ યુનિટ પ્રાઇસને નીચે લઇ જવામાં મદદ કરે છે. મોટાભાગે તમારો સરેરાશ યુનિટ ખર્ચ હંમેશા તમારા સરેરાશ યુનિટ વેચાણ ભાવ પ્રતિ યુનિટથી નીચે રહેશે, પછી બજારમાં તેજી હોય કે મંદી.