મુંબઇઃ બેન્કો લોન આપતી વખતે ગેરંટરની માંગણી કરે છે. જો તમે કોઇના લોન ગેરંટર બનવા જઇ રહ્યા હોવ તો સાવધાની રાખજો કારણ કે કોઇની મદદ કરતા કરતા તમે મોટી મુશ્કેલીમાં મુકાઇ શકો છો. ગેરંટર એટલે એવી વ્યક્તિ જે લોન લેનાર વ્યક્તિની ગેરંટી લે છે અને જો તે લોનની ચૂકવણી નહીં કરે તો પોતે તે રૂપિયા ચૂકવશે તેવ બેન્કને ખાતરી આપે છે.
હાલ ઘણા લોકો લોન લઇ તો લે છે પણ ત્યારબાદ પરત ચૂકવણીમાં આનાકાની કરે છે. આવી પરિસ્થિતિમાં લોનની ગેરંટી આપનાર ગેરંટર વિરુદ્ધ બેન્કો કાર્યવાહી કરતા અચકાતી નથી.
આથી તમને કોઈ વ્યક્તિ લોન ગેરેન્ટર બનવા માટે કહે છે, તો તમારે કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી જોઇ, નહીંતર બાદમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી આજે અમે તમને લોન ગેરેન્ટર સાથે જોડાયેલા નિયમ જણાવવા જઇ રહ્યા છે, તેને જાણ્યા પછી જ લોન ગેરેન્ટર બનવાનું વિચારવું જોઇએ. સાથે જ જે વ્યક્તિ લોન લઇ રહ્યો છે, તેના વિશે જરૂરી જાણકારી મેળવી લેવી જોઇએ. લોન ગેરેન્ટરને કઇ વાતો પર ધ્યાન આપવું જોઇએ.
કોઇ પણ વ્યક્તિના લોનમાં લોન ગેરેન્ટર બનવું એક મોટી જવાબદારી હોય છે. જો તમે તમારા મિત્ર અથવા સંબંધીની લોનમાં ગેરેન્ટર છો, તો જાણી લેવું જોઇએ કે જો લોન લેનાર વ્યક્તિ ડિફોલ્ટર સાબિત થાય છે, તો તમારા પર પણ કાર્યવાહી થઇ શકે છે અને તમને લોન અપાવવા માટે કહેવામાં આવે છે. જો તમે લોન પેપર પર ગેરેન્ટર તરીકે સહી કરી છે, તો તમારે તે લોનને લઇ જવાબદારી લેવાની હોય છે. એક રિપોર્ટ મુજબ લોન ગેરેન્ટર જવાબદારી લે છે કે જો લોન લેતી વ્યક્તિ લોનની ચુકવણી નથી કરતી તો તે તેનું પેમેન્ટ કરશે
માની લેવામાં આવે છે કે ગેરેન્ટર પણ એક પ્રકારે લોન લેનાર વ્યક્તિ હોય છે, જોકે તમે ઈએમઆઈની ચુકવણી નથી કરતો, પરંતુ લોન માટે જવાબદાર હોય છે. એવામાં લોન ગેરેન્ટરને પણ પોતાના કેવાઈસીના દસ્તાવેજ બેંકમાં જવા કરવાના હોય છે. આ રિપોર્ટમાં એક એક્સપર્ટના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે જો લોન ગેરેન્ટર પણ રૂપિયાની ચુકવણી નથી કરતો તો બેંક તેના પર પણ લીગર કાર્યવાહી કરી શકે છે. તેથી જો તમારી પાસે સીમિટ સંસાધન છે, તો પછી તમારે કોઈના લોન ગેરેન્ટર બનતા પહેલા વિચારી લેવું જોઇએ.