વલસાડ જિલ્લા કલેક્ટર આર આર રાવલે વિશ્વ યોગ દિવસ અંતર્ગત યોગા કરી યોગ ના મહત્વ નો સંદેશ આપ્યો હતો. સાથેજ વલસાડ સહિત ગુજરાતભર માં અને ભારત સહીત વિશ્વ માં યોગ દિવસ ની ઉજવણી કરાઈ હતી.
આમતો ભારતમાં યોગાભ્યાસની પરંપરા આશરે 5000 વર્ષ જૂની છે. યોગ શરીર અને આત્મા વચ્ચે સામંજસ્યનું અદભૂત વિજ્ઞાન છે. આ પ્રાચીન પદ્ધતિ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 21 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો થકી વર્ષ 2015માં થઈ હતી. ભારતમાં આમ તો યોગ અનેક લોકોના દૈનિક જીવનનો એક હિસ્સો બની ગયો છે અને તેઓ દરરોજ સવારે ઉઠીને નિયમિત રીતે યોગ કરે જ છે.પરંતુ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું પણ એક વિશેષ કારણ છે.
વિશ્વ યોગ દિવસ ઉજવવા નો પાયો વર્ષ 2001માં નખાયો હતોજ્યારે પોર્ટુગિઝમાં યોગ પરિષદનું આયોજન થયું હતું. ત્યાર પછી 21 જુન, 2002ના રોજ પ્રથમ ‘વિશ્વ યોગ દિવસ’ ઉજવવામાં આવ્યો હતો. ત્યાર પછી બેંગલુરુમાં 4 અને 5 ડિસેમ્બર, 2011 દરમિયાન યોજાયેલી ‘યોગ- વિશ્વશાંતિ માટેનું વિજ્ઞાન’ નામની એક પરિષદનું આયોજન થયું હતું ત્યારે તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસ ઉજવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઈતિહાસમાં આ પ્રથમ વખત સમગ્ર વિશ્વમાંથી આવેલા યોગ ગુરૂઓએ યોગ માટેનો એક આંતરરાષ્ટ્રીય દિવસ હોવો જોઈએ તેનો વિચાર અમલ માં મુક્યો હતો.જે આજે આપ સૌની સામે છે.
વલસાડ માં પણ યોગ નું વિષેશ મહત્વ છે અને ત્યાં પણ નિયમિત રીતે જુદીજુદી સંસ્થાઓ દ્વારા અવારનવાર શિબિર થતી રહે છે ત્યારે જિલ્લા સમાહર્તા આર આર રાવલ દ્વારા સવારે યોગા કરી જનતા માં એક હકારાત્મક સંદેશો અપાયો હતો.