વાયેગ્રાનું સેવન કરનાર લોકો સાવધાન થઇ જજો. ભોપાલના પિપલાની વિસ્તારમાં એક યુવકની શંકાસ્પદ સ્થિતિમાં મોત થયુ છે. તેના મોતથી ઘરમાં કોહરામ મચી ગયો છે. રાયસેનનો રહેવાસી યુવક ભોપાલમાં ખાનગી નોકરી કરતો હતો. માહિતી મુજબ યુવકની તબિયત છેલ્લા 5-6 દિવસથી ખરાબ હતી. આથી તેણે અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર કરાવી રહ્યો હતો.
બુધવારની રાતે યુવકની તબિયત અચાનક વધારે બગડી ગઇ. ત્યારબાદ તેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગુરુવારે સારવાર દરમિયાન યુવકની મોત થઇ ગઇ. યુવકને પેટમાં દુખાવાની સાથેસાથે સતત ઉલ્ટી થઇ રહી હતી. પરંતુ હોસ્પિટલમાં પણ તેની તબિયતમાં કોઇ સુધારો થયો નહીં. પરિવારજનોએ કહ્યુ કે, તેણે વાયેગ્રાનું અત્યંત વધારે પ્રમાણમાં સેવન કરી લીધુ હતુ.
આ ઘટનાને પગલે ફરિયાદ નોંધીને યુવકનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારજનોને સોંપી દીધો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે યુવકની મોત કેવી રીતે થઇ. પિપલાની પોલીસે કહ્યુ કે, 25 વર્ષીય આ યુવક અપરિણીત હતો. તે રાયસેન રોડ પર પોતાના પરિવાર સાથે રહેતો હતો. ત્રણેય ભાઇયોમાં તે સૌથી મોટો હતો.