કોરોના મહામારી વચ્ચે દેશમાં વિમાન મુસાફરોની સંખ્યા છે તેમ છતાં હવે જૂનની શરૂઆતથી એરલાઇન્સનું ટિકિટ ભાડું વધી રહ્યુ છે. બીજી શબ્દોમાં કહીયે તો હવે વિમાન મુસાફરી મોંઘી થશે. હકિકતમાં સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટ્સના ભાડાની લોઅર લિમિટને 13થી 16 ટકા વધારવાનો નિર્ણય લીધો છે. આની પહેલા માર્ચમાં સિવિસ મિનિસ્ટ્રીએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સના ભાડાની લોઅર લિમિટને 5 ટકા વધારવાનો નિર્ણય કર્યો હતો. ફેબ્રુઆરીમાં લોઅર પ્રાઈસ બેન્ડમાં 10 ટકા અને હાયર બેન્ડમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
વિમાની મુસાફરીમાં આ વૃદ્ધિ એક જૂનથી અસરમાં આવી રહી છે. વિમાની ભાડાની ઉંચી મર્યાદાને જો કે પૂર્વવત રાખવામાં આવી છે. સરકારના આ પગલાથી એરલાઈન્સ કંપનીઓની મદદ મળશ. કોવિડ 19ની બીજી લહેરના કારણે હવાઈ પ્રવાસીની સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો છે. જેના કારણે આવક ઘટી છે.
હવે 40 મિનિટ સુધી ઉડાન માટે ઓછામાં ઓછા 2600 રુપિયા ભાડુ. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીના શુક્રવારે જારી સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે 40 મિનિટ સુધીના સમયમાં હવાઈ મુસાફરીના ભાડાને નીચલી મર્યાદાને 2300 રુપિયાથી વધારીને 2600 રુપિયા એટલે કે 13 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ જ પ્રકારે 40 મિનિટથી લઈને 60 મિનિટ સુધીના સમય માટે નીચલી મર્યાદા 2900 રુપિયાથી માંડી 3300 રુપિયા પ્રતિ વ્યક્તિ કરી દેવામાં આવી છે.
દેશમાં વિમાની મુસાફરીના સમયના આધાર પર વિમાની યાત્રાની નીચલી અને ઉપરની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ મર્યાદા ગત વર્ષ 2 મહિના ચાલેલા લોકડાઉનના 25 મે એ ખુલવાના સમય પર નક્કી કરવામાં આવી હતી. ડીજીસીએએ ગત વર્ષ મેમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સમ માટે કુલ 7 ફેર બેન્ડની જાહેરાત કરી હતી. આ 7 પ્રાઈડ બેન્ડ યાત્રાના સમય પર આધારિત છે. પહેલા બેન્ડ તે ફ્લાઈટો માટે છે. જે 40 મિનિટ સુધીનો પ્રવાસ કરે છે. બાકીના બેન્ડ ક્રમશઃ40-60 મિનિટ. 60-90 મિનિટ. 90-120 મિનિટ, 120-150 મિનિટ, 150-180 મિનિટ અને 180-210 મિનિટના છે.