વેપારીઓ-ધંધાર્થીઓ અને ઉદ્યોગોને જીએસટી રિટર્ન ફાઇલ મામલે સરકારે વધુ એક તક આપી છે. કોરોના મહામારી અને તે સંબંધિત પ્રતિબંધોને લીધે ઘણા વેપારીઓ સમયસર રિટર્ન ફાઇલ કરી શક્યા નથી આથી સરકારે આવા કરદાતાઓને રાહત આપતા GST ફાઇલ કરવાની વધુ એક તક આપી રહી છે. સરકાર તેના માટે એક માફી યોજના ચલાવી રહી છે, જેના હેઠળ વેપારી 1 ઓગ્સ્ટ પહેલા ટેક્સ ભરી શકે છે. ત્યારબાદ તેમને 10000 માસિક દંડ થઇ શકે છે.
હકીકતમાં દેશમાં લાખો વેપારીઓએ અત્યાર સુધી GST રિટર્ન નથી ભર્યુ અથવા એક બે વખત ભરીને છોડી દીધુ. ભારત સરકારે તેના માટે એક સ્કીમની જાહેરાત કરી છે. એવા વેપારી જેમણે વર્ષ 2017થી અત્યાર સુધી રજિસ્ટ્રેશન તો કરાવ્યું છે, પરંતુ અત્યાર સુધી એક પણ રિટર્ન ભર્યું નથી અથવા એક બે વખત રિટર્ન ભરી છોડી દીધુ છે, એવા લોકોને ભારત સરકાર છેલ્લી તક આપી રહી છે. એમનેસ્ટી એટલે માફી યોજના હેઠળ આ વેપારીઓને જુલાઇ સુધી આનો લાભ ઉઠાવવાની કક આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં ઘણા નાના વેપારી છે, તેઓએ જીએસટી રજિસ્ટ્રેશન તો કરાયું છે, પરંતુ તેમણે અત્યાર સુધી રિટર્ન નથી ભર્યું. એવા લોકો પર હવે સરકાર કડક વલણ અપનાવવા જઇ રહી છે. તેમને હવે મહત્તમ 10 હજાર રૂપિયા દંડ થઇ શકે છે. સરકારની માફી યોજના હેઠળ હવે આ વેપારીઓને 1 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે, જો ત્યા સુધી તેમણે જીએસટી નહીં ભર્યું, તો તેમને દર મહિને 10 હજાર રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.
દેશના તમામ રાજ્યના રાજ્ય ટેક્સ કમિશનર અને જોઇન્ટ ટેક્સ કમિશનર મુજબ ભારત સરકારના એમનેસ્ટી યોજના હેઠળ વેપારીઓ 1 ઓગસ્ટ પહેલા આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે. જે વેપારી GST નંબર લઇ વેપાર નથી કરી રહ્યા, તો તેમને દર મહિને 500 રૂપિયાનો દંડ આપવો પડશે. જો વેપારી GST નંબર લઇ વેપાર પણ કરી ચુક્યા છે અને GSTV રિટર્ન નથી ભર્યું તો તેમને 1000 રૂપિયા સુધીનો દંડ આપવો પડી શકે છે.