નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો આવ્યો છે પરંતુ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સતત મોંઘુ થઇ રહ્યુ છે. અલબત્ત આજે શુક્રવારે ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઇ ફેરફાર થયો નથી. તેની પહેલા ગત ગુરુવારે પેટ્રોલમાં 35 પૈસા અને ડીઝલનમાં 15 પૈસા પ્રતિલિટર દીઠ ભાવ વધ્યા છે. દિલ્હીમાં શુક્રવારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પંપ પર પેટ્રોલની કિંમત 101.54 રૂપિયા અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લિટર હતી.
વૈશ્વિક બજારમા ડબ્લ્યુટીઆઇ ક્રૂડ ઓઇલની કિંમત 71.93 ડોલર અને બ્રેન્ડ ક્રૂડની 73.62 ડોલર પ્રતિ બેરલ બોલાઇ રહી છે.
ભારતમાં વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થયા બાદ ઇંધણના ભાવ સતત વધી રહ્યા છે. 4 મે, 2021 બાદથી અત્યાર સુધીમાં ભારતમાં પેટ્રોલની કિંમત 11.22 રૂપિયા પ્રતિલિટર વધી ગઇ છે. તો ડીઝલની કિંમત પણ પ્રતિ લિટર દીઠ 10 રૂપિયા કરતા વધારે વધી ગઇ છે.
વિવિધ શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
શહેરનું નામ | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 101.54 | 89.87 |
મુંબઇ | 107.54 | 97.45 |
ચેન્નઇ | 101.77 | 93.63 |
કલકત્તા | 101.74 | 93.02 |
ભોપાલ | 109.89 | 98.67 |
રાંચી | 96.45 | 94.84 |
બેંગ્લોર | 104.94 | 95.26 |
પટના | 103.91 | 95.51 |
ચંડીગઢ | 97.64 | 89.50 |
લખનઉ | 98.63 | 90.26 |